તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પંઢરપુરમાં યાત્રાએ જતા પરિવારને નડેલા અકસ્માતમાં બાળકી સહિત પાંચનાં મોત

મુંબઈ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • એસયુવી ટ્રકમાં ઘૂસી જતાં અન્ય 10 જણ ગંભીર રીતે ઘાયલ થયા

રાજ્યના સોલાપુર જિલ્લામાં શુક્રવારે સવારે એસયુવી ટ્રકમાં ઘૂસી જતાં 11 વર્ષની બાળકી સહિત પાંચ જણનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય 10 જણ ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિતો સોલાપુર શહેરમાં પંઢરપુર ખાતે ભગવાન વિઠ્ઠલને સમર્પિત મંદિરમાં દર્શન કરવા માટે નીકળ્યા હતા. શુક્રવારે સવારે 6 વાગ્યાના સુમારે સંગોલા- પંઢરપુર રોડ પર કાસેગાવ નજીક અકસ્માત સર્જાયો હતો. મૃતક અને ઈજાગ્રસ્તો કોલ્હાપુર જિલ્લાના ચાંદગડ તાલુકાના રહેવાસી છે. કુલ 15 જણ એસયુવીમાં મંદિર ખાતે ભગવાન વિઠ્ઠલનાં દર્શન કરવા માટે નીકળ્યા હતા.માર્ગમાં ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેને લીધે રોડની બાજુમાં પાર્ક કરે લા ટ્રક સાથે એસયુવી અથડાતાં કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો