તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તારણ:થાણેમાં ઓક્સિજનના અભાવે પાંચ દર્દીનાં મોત થયાં નહોતા

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિવાદ થયા બાદ ઉચ્ચ સ્તરીય સમિતિની તપાસમાં દર્દીનાં અન્ય કારણથી મોત થયાનું તારણ

હોસ્પિટલોમાં ઉપરાછાપરી લાગી રહેલી આગ અને ઓક્સિજનના અભાવને લીધે દર્દીઓનાં થતાં મૃત્યુના કિસ્સાઓ મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે ત્યારે થાણેની હોસ્પિટલમાં સાગમટે પાંચ દર્દીઓનાં થયેલાં મૃત્યુ માટે ઓક્સિજનનો અભાવ કારણભૂત હતો એવો આરોપ મૃતકના સંબંધીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેને લઈ વિવાદ સર્જાતાં ઉચ્ચ સ્તરીય સમિતિ નીમવામાં આવી હતી, જેની તપાસમાં તે પાંચ દર્દીઓનાં મૃત્યુ ઓક્સિજનના અભાવને કારણે થયાં નહોતાં એવું તારણ નીકળ્યં છે.

મુંબઈની પાડોશમાં થાણેની એક ખાનગી હોસ્પિટલમાં આ સપ્તાહમાં એક દિવસમા સાગમટે કોવિડ-19નાં પાંચ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં. આ પછી મૃતકના સંબંધીઓએ આરોપ કરતાં ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ નીમવામાં આવી હતી, જેણે 1 મે, શનિવારના રોજ તેનો અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં પાંચ જણનાં મૃત્યુ ઓક્સિજનના અભાવને કારણે થયાં નહોતાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. 26 એપ્રિલના રોજ થાણેના વર્તક નગર ખાતે વેદાંત હોસ્પિટલમાં એક દિવસમાં પાંચ દર્દીનાં મૃત્યુ થયાં હતાં.

આ પછી મૃતકના સંબંધીઓ અને અન્યો હોસ્પિટલની બહાર ભેગા થઈ ગયા હતા અને ઓક્સિજનના અભાવને લીધે તેમ જ હોસ્પિટલ પ્રશાસનની બેદરકારીને લીધે દર્દીનાં મૃત્યુ થયા હોવાના આરોપ કર્યા હતા. આછી આ ઘટનાની તપાસ કરવા માટે ભિવંડી નિઝામપુર શહેર મહાપાલિકાના કમિશનર ડો. પંકજ આશિયાની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિ નીમવામાં આવી હતી.

આ સમિતિએ શુક્રવારે રાત્રે જિલ્લાધિકારી રાજેશ નાર્વેકરને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.આ સમિતિનાં તારણો અનુસાર ઓક્સિજનના પુરવઠાના અભાવને લીધે કોવિડનાં દર્દીઓનાં મૃત્યુ થયાં નહોતાં, પરંતુ ન્યુમોનિયા અને કોવિડ-19ના સંક્રમણની તીવ્રતાને લીધે મૃત્યુ થયાં હોવાનું તારણ કાઢ્યું હતું. તેમનાં મૃત્યુ માટે અન્ય કોઈ પરિબળો કારણભૂત નહોતાં.

તે દિવસે શું થયું હતું
ઘટનાના દિવસે આ હોસ્પિટલમાં 53 દર્દી સારવાર લઈ રહ્યા હતા. તેમાંથી પાંચ જણનાં એક દિવસમાં મૃત્યુ થયાં હતાં. મહાપાલિકા દ્વારા અન્ય કારણોથી મૃત્યુ થયા હોઈ શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે હોસ્પિટલની બહાર ભેગા થયેલા મૃતકના સંબંધીઓએ ઓક્સિજનના અભાવે મૃત્યુ થયા હોવાનો આરોપ કર્યો હતો. આ પછી ભાજપના નેતા નિરંજન ડાવખરે અને મનસેના કાર્યકરો ભેગા થયા હતા અને દોષીઓ સામે પગલાં લેવાની માગણી કરી હતી. આ પછી મહાપાલિકા દ્વારા આ ઘટનાની તપાસ કરવા માટે છ સભ્યની સમિતિ નીમવાની ઘોષણા કરવામાં આવી હતી.

સમિતિએ શું તપાસ કર્યું
સમિતિ દ્વારા દર્દીઓના નિદાન સંબંધી દસ્તાવેજો અને તેમનો ઉપચારની તપાસ કરી હતી. ઉપરાંત મૃતકના સંબંધીઓ, ડોક્ટરો અને નર્સનાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં. ઉપરાંત ઓક્સિજનના પુરવઠાનું વ્યવસ્થાપન કરતા કર્મચારીઓ અને આઈસીયુની અંદર ઉપચાર લેતા અન્ય દર્દીઓનાં નિવેદન પણ નોંધવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો