કોરોનાવાઈરસ / 24 કલાકમાં વધુ પાંચ પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ

Five more police personnel in 24 hours tested positive for corona
X
Five more police personnel in 24 hours tested positive for corona

  • કોરોનાગ્રસ્તોની સંખ્યા 1671, જ્યારે મરણાંક 18 થયો

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

મુંબઈ. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં પાંચ પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ જણાયા છે. આ સાથે 174 અધિકારી અને 1497 કર્મચારીઓ સાથે કુલ કોરોનાગ્રસ્ત પોલીસની સંખ્યા 1671 પર પહોંચી ગઇ છે. ઉપરાંત એક પોલીસ અધિકારીનાં મૃત્યુ સાથે મરણાંક 18 થયો છે. હમણાં સુધી 541 કર્મચારીઓ સાજા થયા છે અને હાલમાં 1112 સક્રિય કેસ છે. અંધેરી એમઆઈડીસીના હેડ કોન્સટેબલ મહાદેવ ગણપત રાઠોડે જીવ ગુમાવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે 18 બહાદુર પોલીસ ગુમાવ્યા છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને પણ ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે, જેને કારણે પોલીસ વિભાગમાં કર્મચારીઓની અછત ઊભી થઈ છે.
120 ઉચ્ચ પ્રશિક્ષિત કર્મચારીઓ સાથે આવી પહોંચીને મુંબઇમાં તહેનાત
આથી પોલીસ કર્મચારીઓની હાલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રાજ્યએ કેન્દ્રની મદદ માગી હતી. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાંથી આશરે 2000 વધારાના પોલીસ જવાનો મોકલવા જણાવ્યું હતું. આમાથી 5 કંપનીઓ 120 ઉચ્ચ પ્રશિક્ષિત કર્મચારીઓ સાથે આવી પહોંચીને મુંબઇમાં તહેનાત છે અને અન્ય રાજ્યભરમાં તહેનાત છે. મુંબઇ માટે  સીએપીએફમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ની 3 કંપનીઓ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની 2 કંપનીઓ છે. રાજ્ય સરકારે કહ્યું હતું કે તેણે કેન્દ્રીય સશસ્ત્ર બળોની માગણી કરી છે, જેથી પોલીસને પડતો આરામ મળે. કાયદો અને વ્યવસ્થા જાળવવા અને લોકડાઉન દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવની રોકથામમાં કેન્દ્રીય દળો મુંબઈ પોલીસને મદદ કરશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્રીય સશસ્ત્ર બળોના જવાનોને શહેરના 1, 3, 5, 6 અને 9 ઝોનમાં દક્ષિણ અને મધ્ય મુંબઈના કેટલાક વિસ્તારો અને પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોના કેટલાક ભાગોમાં ફરજ પર મૂકવામાં આવ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી