તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:મુંબઈ- પુણે એક્સપ્રેસવે પર અકસ્માતમાં પાંચ જણનાં મોત

મુંબઇ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મૃતકમાં પશુઓના ડોક્ટર અને તેમના પરિવારજનોનો સમાવેશ થાય છે

મુંબઈ- પુણે એક્સપ્રેસવે પર ખોપોલી શહેર નજીક બે કાર અને અન્ય એક વાહનને કન્ટેઈનર ટ્રકે મંગળવારે વહેલી સવારે અડફેટે લેતાં એક પરિવારના ચાર સભ્ય સહિત પાંચ જણનાં મોત થયાં હતાં, જ્યારે અનેક જણ ઘાયલ થયા હતા.મૃતકમાં નવી મુંબઈ મહાપાલિકાનો પશુઓનો ડોક્ટર અને તેના ત્રણ પરિવારજનનો સમાવેશ થાય છે. તેઓ એક કારમાં પુણેથી મુંબઈ તરફ આવી રહ્યા હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

આ દુર્ઘટના ખાલાપુર ટોલ પ્લાઝા નજીક બની હતી. ટ્રકે બે કાર અને એક માલવાહક વાહનને પાછળથી ટક્કર મારી હતી. ટ્રકોનો ડ્રાઈવર તેજ ગતિથી વાહન હંકારતો હતો, જે સમયે તેણે વાહન પરનો કાબૂ ગુમાવતાં દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકને ડો. વૈભવ ઝુંજારે (41), તેની માતા (63), પત્ની (38) અને પુત્રી (5)નો સમાવેશ થાયછે, જ્યારે ડોક્ટરનો 11 વર્ષનો પુત્ર ઈજાઓ સાથે બચી ગયો છે. અન્ય એક કારમાં પ્રવાસ કરતી મહિલાનું પણ મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો