મુંબઈ સહિત રાજ્યના પોલીસ દળમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. લોકડાઉનના સમયગાળામાં પોલીસો પર સૌથી વધુ જવાબદારી હતી તેથી પોલીસ દળમાં કોરોનાનું સંક્રમણ થવાનું પ્રમાણ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનારા પોલીસોની સંખ્યા 153 પર પહોંચી છે. છેલ્લા ચોવીસ કલાકમાં 5 પોલીસોના મૃત્યુ થયા છે.
રાજ્યના પોલીસમાં કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે
રાજ્યમાં કોરોનાગ્રસ્ત પોલીસોમાં 1574 અધિકારીઓ અને 13 હજાર 218 કર્મચારીઓનો સમાવેશ છે. દરરોજ બંદોબસ્ત, તપાસણી, ચેકનાકા પર ડ્યુટી જેવા વિવિધ કામમાં જોતરાયેલા પોલીસોને કોરોનાનું સંક્રમણ થવાનું જોખમ સૌથી વધારે છે. રાજ્યમાં 2772 એકટિવ પોલીસ છે જેમાં 358 અધિકારીઓ અને 2414 કર્મચારીઓનો સમાવેશ છે. છેલ્લા ચોવીસ કલાકમાં 151 પોલીસોને કોરોનાનું સંક્રમણ થયું છે. રાજ્યના પોલીસમાં કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે અને સાથે જ દર્દીઓના સાજા થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 11 હજાર 867 પોલીસોએ કોરોના પર માત મેળવી છે. એમાં 1201 અધિકારીઓ અને 10 હજાર 666 કર્મચારીઓનો સમાવેશ છે. રાજ્યના 153 પોલીસોની કોરોના સાથે લડાઈ નિષ્ફળ થઈ છે. એમાં 15 અધિકારીઓ અને 138 કર્મચારીઓ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.