તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:દહાણુમાં ફટાકડાની ફેક્ટરીમાં આગઃ 5 કિમી સુધી ધડાકાનો અવાજ સંભળાયો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 કર્મચારીઓને ઈજા, જેમાંથી પાંચની હાલત ગંભીર

મુંબઇથી લગભગ 125 કિમી દૂર પાલઘર જિલ્લાના દહાણુ ગામ નજીક ગુરુવારે સવારે ‘વિશાલ ફાયર વર્કસ’ નામની ફટાકડાની ફેક્ટરીમાં આગ ભભૂકી ઊઠી હતી. આ ફેક્ટરી દહાણુ હાઈવેથી લગભગ 15 કિમી દૂર જંગલમાં છે. જોકે ફેક્ટરીમાં આગ બાદ થયેલા ધડાકાનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો હતો. આથી માનવામાં આવે છે કે આ વિસ્ફોટ મોટો હોઈ શકે છે. ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો ઘણા કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતો હતો.

પાલઘર જિલ્લાના વાનગાવ- દહાણુ રોડ ઉપર આવેલા દેહાણે ગામે આવેલા વિશાલ ફાયર વર્કસમાં અચાનક મોટો ધડાકો થયો હતો. તે સમયે 10 જેટલા કર્મચારીઓને ઈજા પહોંચી હતી. તેઓને કોટેજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આમાંથી પાંચની હાલત ગંભીર છે. ઘટનાસ્થળની મુલાકાતે આવેલા દહાણુના ધારાસભ્ય વિનોદ નિકોલે જણાવ્યું હતું કે, વેલ્ડિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે આગ લાગી હોવાનો પ્રાથમિક અંદાજ છે.પાલઘર જિલ્લા કલેક્ટર કચેરીના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી 5 કર્મચારી ગંભીર રીતે ઘાયલ છે.

ફેક્ટરીમાં છૂટક વિસ્ફોટો
આ ઘટના ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ દેહાણે ગામમાં બની હતી અને બ્લાસ્ટ પછી આગ ભારે જહેમતને અંતે કાબૂમાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. મુખ્ય જિલ્લા ડિઝાસ્ટર સેલના અધિકારી વિવેકાનંદ કદમે આ માહિતી આપી હતી. દહાણુમાં સ્થિત આ ફાયર વર્કસ આશરે 25 વર્ષ જૂનું એકમ અને એક માત્ર ફેક્ટરી છે. વિસ્ફોટ એટલો મોટો હતો કે આસપાસના વિસ્તારોમાં ધડાકો સાંભળીને લોકો ગભરાઈને દોડીને બહાર આવ્યા હતા. ફેક્ટરીમાં છૂટક વિસ્ફોટો શરૂ રહેતા બચાવ કામગીરીમાં અડચણો ઊભી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...