તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:મુંબઈના મોલ્સમાં અગ્નિસુરક્ષા રામભરોસે

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 75માંથી 29 મોલને અગ્નિસુરક્ષા યંત્રણા ન હોવા માટે નોટિસ મળી હતી

મુંબઈ સેંટ્રલ ખાતેની સિટી સેંટર મોલમાં ઓકટોબર 2020ના લાગેલી ભીષણ આગ પછી મહાપાલિકા તરફથી મુંબઈના તમામ 75 મોલની અગ્નિસુરક્ષા તપાસ કરવામાં આવી હતી.એ સમયે જે મોલમાં અગ્નિસુરક્ષા યંત્રણા નહોતી અથવા અગ્નિપ્રતિબંધક નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું એવા 29 મોલને નોટિસ બજાવવામાં આવી હતી. એમાં ભાંડુપના ડ્રીમ્સ મોલનો પણ સમાવેશ હતો. મુંબઈ સેંટ્રલના સિટી સેંટર મોલમાં લાગેલી આગ પર નિયંત્રણ મેળવવા માટે 56 કલાક લાગ્યા હતા.

એ સમયે મોલની અગ્નિસુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. તમામ મોલની અગ્નિસુરક્ષાની તપાસ કરીને અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ મહાપાલિકાએ આપ્યો હતો. એ પછી મહાપાલિકાએ તમામ મોલની તપાસ કરી ત્યારે 29 મોલમાં અગ્નિપ્રતિબંધક યંત્રણામાં ત્રુટિ હોવાનું જણાયું હતું. તેથી આ મોલ્સને અગ્નિપ્રતિબંધક ઉપાયયોજના કરવા માટે નોટિસ બજાવવામાં આવી હતી.આ મોલમાં કેટલી ત્રુટિ છે એ અનુસાર ઉપાયયોજના કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. આ સમયગાળો દરેક મોલ માટે જુદો જુદો હતો. આ ઉપાયયોજના કરીને મોલ તરફથી અગ્નિશમન દળને જણાવવું અપેક્ષિત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો