ભીષણ આગ:બુધવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ હોટેલ ફોર્ચ્યુનમાં આગ, 25W ડોકટરોને બચાવી લેવામાં આવ્યા

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાઉથ મુંબઈની હોટલ ફોર્ચ્યુનના બીજા માળે બુધવારે રાત્રે આગ ફાટી નાકળતા એક હોટેલમાં રહેતા 25W ડોકટરોને બચાવી લેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર બુધવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ મેટ્રો સિનેમા નજીક ધોબી તળાવની હોટેલ ફોર્ચ્યુનમાં આગ લાગી હતી. ચાર માળની હોટેલમાં 25 નિવાસી ડોકટરો રહેતા હતા. તે તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.આગની જ્વાળાઓ બીજા માળે દેખાઇ હતી અને બાદમાં અન્ય માળ સુધી ફેલાઈ ગઇ હતી. ફાયર ફાઈટરો દ્વારા સીડીની મદદથી પાંચ લોકોને બચાવવામાં આવ્યા હતા. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બધા ડોકટરો જેજે હોસ્પિટલમાં કોરોના વાઈરસના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા અને હોટેલ ફોર્ચ્યુન ખાતે રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...