તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરાત:નાઈટ કરફ્યુના આદેશનું ઉલ્લંઘન કરનાર સામે FIR

મુંબઈ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જાહેર સ્થળે ફરતાં મળ્યા તો પોલીસ કાર્યવાહી

ઉચિત કારણ વિના અથવા વિભાગના ડીસીપીની વિશેષ કિસ્સા કે કટોકટીના સંજોગોમાં પરવાનગી વિના જો કોઈ નાગરિકો નાઈટ કરફ્યુ અને દિવસ દરમિયાન જમાવબંધીના આદેશનું ઉલ્લંઘન કરશે તો એફઆઈઆર દાખલ કરવામાં આવશે. ડીસીપી ઓપરેશન્સ ચૈતન્ય એસ. દ્વારા સોમવારે આ આદેશ જારી કરવામાં આવ્યા હતા.મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોરોનાના વધતા કેસોને રોકવા માટે સુધારિત પરિપત્રક રવિવારે રાત્રે જારી કરવામાં આવ્યો હતો. તે મુજબ પોલીસ દ્વારા સોમવારે સર્વ નાગરિકો માટે સૂચના જારી કરવામાં આવી છે.

સંપૂર્ણ રાજ્યમાં તુરંત અમલ સાથે ભારતીય ફોજદારી સંહિતાની કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેના હેઠળ જાહેરમાં પાંચથી વધુ લોકો એકત્ર દેખાયા તો કાર્યવાહી કરવામાં આવશે. સોમવારથી શુક્રવારે સવારે 7થી રાત્રે 8 વચ્ચે કોઈ પણ જાહેર સ્થળે પાંચથી વધુ લોકો ભેગા થવા પર કાર્યવાહી કરાશે. સપ્તાહના સર્વ દિવસે રાત્રે 8થી સવારે 7 સુધી નાઈટ કરફ્યુ લાગુ રહેશે.

ઉપરાંત શુક્રવારે રાત્રે 8થી સોમવારે સવારે 7 સુધી સંપૂર્ણ કરફ્યુ રહેશે, જે સમયે કોઈ પણ નાગરિકો ઉચિત કારણ કે ઉચિત પરવાનગી વિના જાહેર સ્થળે ફરતાં મળી આવ્યા તો કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણય 30મી એપ્રિલે રાત્રે 11.59 વાગ્યા સુધી અમલી રહેશે, જે પછી આગળનો નિર્ણય જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો