તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:રશ્મી શુક્લા વિવાદ વચ્ચે ગોપનીય પત્ર લીક થવા અંગે એફઆઈઆર

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ અજ્ઞાત વ્યક્તિ સામે એસઆઈડી દ્વારા ફરિયાદ દાખલ

મહારાષ્ટ્રમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટ્રાન્સફરમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થાય છે એવા તત્કાલીન સ્પેશિયલ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ (એસઆઈડી) કમિશનર રશ્મી શુક્લાના અહેવાલને લઈ ઉદભવેલા વિવાદ વચ્ચે શુક્રવારે એસઆઈડી દ્વારા ગોપનીય દસ્તાવેજો લીક કરવા સંબંધે અજ્ઞાત વ્યક્તિઓ સામે સાઈબર ક્રાઈમ સેલમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.ગોપનીય પત્ર અને ટેક્નિકલ માહિતી લીક કરવા અંગે એસઆઈડી દ્વારા ફરિયાદ પર સાઈબર ક્રાઈમ સેલ દ્વારા ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ 1923 અંતર્ગત શુક્રવારે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

જોકે એસઆઈડી દ્વારા ફરિયાદની વિગતો અથવા આ મામલો કયા સંબંધમાં છે તેની વિગતો આપી નહોતી.નોંધનીય છે કે ગયા સપ્તાહમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ દ્વારા એસઆઈડીનાં તત્કાલીન કમિશનર શુક્લા દ્વારા તત્કાલીન રાજ્ય પોલીસ પ્રમુખ સુબોધ જયસ્વાલને લખવામાં આવેલા ગોપનીય પત્રનો આધાર લઈને પોલીસોના ટ્રાન્સફરમાં કઈ રીતે ભ્રષ્ટાચાર થાય છે તે વિશે માહિતી આપી હતી. આ પત્ર શુક્લા દ્વારા ફોન ટેપિંગ કરીને તૈયાર કરવામાં આવેલા અહેવાલનો ભાગ હતો.ફડણવીસે પત્રકાર પરિષદમાં કથિત પત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

આ સાથે ફોન ટેપિંગની સીડી પણ હતી, જે તેમણે પછી કેન્દ્રીય ગૃહ સચિવને હસ્તક આપીને સીબીઆઈ તપાસની માગણી કરી હતી. આ મુદ્દાને લઈને રાજ્યમાં શિવસેના, રાષ્ટ્રવાદી, કોંગ્રેસ વીફર્યા હતા અને શુક્લા દ્વારા હોદ્દાનો દુરુપયોગ કરીને ફોન ટેપ કરવામાં આવ્યા હતા એવો આરોપ કરવામાં આવ્યો હતો.

રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટેએ સુપરત કરેલા અહેવાલમાં ગુરુવારે આરોપ કર્યો હતો કે શુક્લાએ ગોપનીય પત્ર લીક કર્યો હોવાનું જણાય છે. આ અંગે હવે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેની તપાસ સાઈબર ક્રાઈમના એસીપી કરી રહ્યા છે. દેખીતી રીતે જ શુક્લાને ભીંસમાં લેવા માટે આ પગલું હોવાનું માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો