ભાસ્કર વિશેષ:ફિલ્મમાં મહિલાનું અપમાન કરતા સંવાદ પર આંગળી ચીંધાઈ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સોશિયલ મિડિયા પર દાખલા આપીને કહ્યું: ફિલ્મમાં તે સારું લાગતું નથી

મુંબઈ પોલીસ સોશિયલ મિડિયા પર ખૂબ સક્રિય છે. અવારનવાર સૂચક પોસ્ટ શેર કરીને નાગરિકોને સંદેશ આપે છે. હવે મુંબઈ પોલીસે સોશિયલ મિડિયા પર એક અનોખું અભિયાન શરૂ કર્યું છે. સમાજમાં મહિલાઓ વિશે ફેલાયેલી ખોટી માન્યતાઓ તરફ આંગળી ચીંધતાં કહ્યું છે કે ચાલો આ ગેરસમજો દૂર કરીએ. ફિલ્મ સમાજનું દર્પણ હોવાનું કહેવાય છે, પરંતુ તેમાં ઘણી વખત મહિલાઓ વિશે ગેરમાર્ગે દોરનારા અપાય છે. બોલીવૂડના અગ્રણી કલાકારોના ડાયલોગ અમુક વાર સાંભળવાનું સારું લાગે છે, પરંતુ વાસ્તવિક જીવનનો વિચાર કરીએ તો આવા અમુક ડાયલોગ મહિલાઓનું અપમાન કરનારા હોય છે.

આવા કેટલાક ડાયલોગના દાખલા આપીને પોલીસે મહિલાઓ વિશેની ખોટી બાબતો ફેલાવવા માટે ના કહી છે. મુંબઈ પોલીસે આ અભિયાન માટે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કર્યો છે. આ એકાઉન્ટ પર પોલીસે કબીર સિંહ, હમ તુમ્હારે હૈ સનમ, દિલ ધડકને દો, દબંગ અને માલામાલના કેટલાક ડાયલોગ પણ શેર કર્યા છે. આપણે કોઈ ફિલ્મમાં આ ડાયલોગ સાંભળતા હોઈએ છીએ ત્યારે તે સાંભળવામાં બહુ સારા લાગે છે. જોકે અમુક ડાયલોગમાં મહિલાઓનું અપમાન થાય છે, જેની પર પોલીસે આંગળી ચીંધી છે.દરમિયાન આ વાતચીતના ફોટો શેર કરીને પોલીસે કેપ્શનમાં એક સંદેશ પણ લખ્યો છે.

“આ માત્ર એક ડાયલોગ છે, પરંતુ તેના વિશે સમાજ અને ફિલ્મોએ પણ વિચાર કરવાની જરૂર છે.” તમારા શબ્દોનો કાળજીપૂર્વક ઉપયોગ કરો, તમારી ક્રિયાઓને નિયંત્રિત કરો, જેથી કાયદામાં દખલ ન કરવી પડે. તમે ઉપયોગ કરો છો તે દરેક શબ્દ ઉચ્ચારતાં પહેલાં વિચારો, રોજિંદા જીવનમાં અને ફિલ્મોમાં વપરાતી ભાષા તમારા વિચારોનું પ્રતિબિંબ છે. આથી ચાલો ગેરસમજો દૂર કરીએ, શબ્દોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ અને મહિલા સુરક્ષાનો સંદેશ આપીએ, એમ પોલીસે કહ્યું છે. કઈ ફિલ્મમાં કયા ડાયલોગ અપમાનજનક છે? : કબીર સિંહ ફિલ્મમાં કબીર સિંહ અભિનેત્રીને કહે છે, “પ્રીતિ, ચુન્ની ઠીક કરો.”

અભિનેતા મહિલાઓને કેવી રીતે જીવવું અને વર્તન કરવું જોઈએ તે શીખવતો જોવા મળે છે. આ ડાયલોગમાં પુરુષપ્રદાન માનસિકતા અનુભવાય છે. શાહરુખની ફિલ્મનો પણ દાખલો : 2002માં રિલીઝ થયેલી ફિલ્મ હમ તુમ્હારે હૈ સનમમાં અભિનેતા શાહરુખ ખાન અભિનેત્રીને કહે છે કે, “તમે પત્ની છો, તુમ પત્ની હો, તુમ્હારા પતી જૈસા ચાહેગા, વૈસાહી હોગા.. યે શાદી કા દસ્તુર હૈ, મર્દદ ઔરત કા ભગવાન હોતા હૈ... આમાંથી મહિલા વિશે પુરુષોનો શું મત છે તે સ્પષ્ટ થાય છે.

1988ની ફિલ્મ માલામાલમાં એક પાત્ર બીજા પાત્રને મહિલા વિશે કહે છે, “અગર ખુબસૂરત લડકી કો ના છેડો તો વો ભી તો, ઉસકી બેઈજ્જતી હોતી હૈ. દેશભાં મોટા ગુના બને છે. પોલીસ તે રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ ફિલ્મમાંથી આવી જ ખોટી કૃતિઓ બતાવવામાં આવે છે.

દિલ ધડકને દો
2015માં રિલીઝ થયેલી દિલ ધડકને બે ફિલ્મમાં અભિનેતા તેની પત્ની વિશે વાત કરે છે અને કહે છે, “બટ આય અલાવ આયેશા ટુ રન હર બિઝનેસ, એટલે કે આયેશાને હું વ્યવસાય ચલાવવા પરવાનગી આપું છું. આ પરથી આજે પણ મહિલાઓને અમુક કરવા માટે પુરુષોની પરવાનગી લેવી પડે છે એવું સ્પષ્ટ દેખાય છે. પોલીસે આવી ઘણી બધી વધુ ફિલ્મોના ડાયલોગ શેર કર્યા છે, જેને ખરેખર ધ્યાનમાં લેવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...