તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:આયાતી વેસ્ટ પેપરની ખેંચને કારણે ફિનિશ પેપરના ભાવો વધવાની ધારણા

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાથી અસરગ્રસ્ત ઉદ્યોગની સરકાર પાસે રાહત પેકેજની માગણી

ભારતીય પેપર રિસાઈક્લિંગ ઉદ્યોગ મુખ્યત્વે આયાતી વેસ્ટ પેપર પર નિર્ભય હોય છે. હવે ઘણા નિકાસકાર દેશો કોરોના વાયરસ પ્રસરવાના ડરે વેસ્ટ પેપર બાળી નાખે છે અથવા જમીનભરણી માટે મોકલી દે છે. આથી  આયાતી વેસ્ટ પેપરની ભારે ખેંચ સર્જાઈ હોવાથી અત્રે ફિનિશ પેપરના ભાવો વધી જવાની શક્યતા છે. ૨૦૨૦ના પ્રારંભથી વિશ્વભરમાં વેસ્ટ પેપરના ભાવો વધ્યા છે. આથી ભારતીય પેપર મિલોએ લોકડાઉન પૂર્વે ૨૦ ટકા ભાવો  વધાર્યા હતા, પણ એ ભાવવધારો હજી પૅકેજિંગ ઉદ્યોગે પચાવવો બાકી છે.ગુજરાત પેપર મિલ્સ એસોસિયેશનના પ્રમુખ સુનીલ અગ્રવાલે જણાવ્યું છે કે લોકડાઉનના કારણે વિવિધ બંદરો પર વેસ્ટ પેપર ભરેલાં સેંકડો કન્ટેનરો અટવાઈ ગયાં છે.

કુરિયર સર્વિસ, ટ્રાન્સપોર્ટેશન, શિપિંગ સાઈનની ઑફિસો બંધ હોવાથી અને માનવબળની ખેંચ પડી જવાથી માલની હેરફેર અટકી પડી છે. આથી ભારે ડિટેન્શન ચાર્જીસ, ડેમરેજીસ, ગ્રાઉન્ડ ભાડું, વ્યાજ, લેટ ફાઈલિંગ ફી વગેરે ભારતીય પેપર ઉદ્યોગને સહેવી પડે છે. એક અંદાજ પ્રમાણે ડિટેન્શન ચાર્જિસ દ્વારા માત્ર  શિપિંગ લાઈન્સને જ રૂ. ૧૦૦૦ કરોડનો ફટકો લાગી જવાની શક્યતા છે. આ ભારણ પેપર ઉદ્યોગ સહન કરી શકે તેમ નથી. આથી પેપર મિલો બંધ પડી જવાની અને એમાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલા ૧૦૦ લાખ લોકો બેકાર બની જવાની દહેશત છે. 

બૅન્ક ઓવરડ્યુસ મુલતવી રાખવા જોઈએ, ચુકવણીના વિલંબને ગુનો ન ગણવો જોઈએ
દેશ વિદેશમાં વેસ્ટ પેપરની ઉપલબ્ધતા ધટી હોવાથી તેમ જ કોસ્ટ વધી હોવાથી આગામી દિવસોમાં ક્રાફટ પેપરના ભાવો રોકેટ ગતિએ વધવાની ધારણા છે, આથી સરકારે પેપર ઉદ્યોગને બચાવવા તાત્કાલિક રાહત પૅકેજ જાહેર કરવું જોઈએ. જીએસટીની વસૂલાત એક વર્ષ માટે મુલતવી રાખવી જોઈએ અને ક્રાફ્ટ પેપર ઉદ્યોગને વ્યાજમુક્ત ૧૨૦ માસિક હપ્તાઓમાં તે ભરવાની સવલત કરી આપવી જોઈએ. આ ઉપરાંત લોકડાઉન ગાળા દરમિયાનના ડીટેન્શન ચાર્જ, ડેમરેજીસ, ગ્રાઉન્ડ રેન્ટ, લેટ ફાઈલિંગ ફી કે વ્યાજ લાગવાં ન જોઈએ. આ માટે દંડ, સજા કે કોર્ટ કાર્યવાહી થવી ન જોઈએ. સરકારી આદેશો સરળ ભાષામાં હોવા જોઈએ કે જેથી તેના અર્થઘટનમાં, વિવાદો ઊભા ન થાય. ત્રીજું કેલેન્ડરમાંથી સરકારે લોકડાઉન પીરીયડ કાઢી નાખવો જોઈએ. આથી લોકડાઉનના ગાળા દરમિયાન રિસાઈક્લિંગ ઉદ્યોગને બૅન્કનાં વ્યાજ લાગવાં ન જોઈએ, બૅન્ક ઓવરડ્યુસ મુલતવી રાખવા જોઈએ, ચુકવણીના વિલંબને ગુનો ન ગણવો જોઈએ.

આ ઉપરાંત કોવીદ-૧૯થી થયેલા નુકસાનનું પૂરેપૂરું વળતર પેપર ઉદ્યોગને ચૂકવવું જોઈએ.
કામદારોને પગાર ચૂકવવાનું  મુશ્કેલ : લોકડાઉનના ગાળાનો કામદારોને પગાર ચૂકવવાનું ઉદ્યોગ માટે મુશ્કેલ બની રહેલ છે. આ ઉપરાંત ફિક્સ અને વિવિધ અન્ય ખર્ચા પણ ઉદ્યોગે ભોગવવાના છે. લોકડાઉન પતી ગયા બાદ જ્યારે પેપર ઉદ્યોગ ખૂલશે ત્યારે તેને એક બાજુ વેસ્ટ પેપરની ખેંચ નડશે અને બીજી બાજુ ફિનિશ પેપરનો તોતિંગ ભાવવધારો નડશે. ફિનિશ પેપરના ભાવો મુખ્યત્વે વેસ્ટ પેપરના ભાવો પરથી નક્કી થતા હોય છે. ૨૦૧૯માં આયાતી વેસ્ટ પેપરના ભાવો ૩૦ ટકા ઘટ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો