મદદ:દેહવિક્રય કરતી મહિલાઓને રૂ 37 કરોડ ની આર્થિક મદદ

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી અનાથ બનેલા બાળકોમાં દરેક માટે 5 લાખની ફિક્સ્ડ ડિપોઝીટ

કોરોનાના સંક્રમણમાં રાજ્યના ઓછામાં ઓછા 400 બાળકોએ વાલીનું છત્ર ગુમાવ્યું. પણ આ બાલકોનું વાલીત્વ રાજ્ય સરકારે લીધું અને આ 400 બાળકોની મદદ માટે દરેકના નામ પર 5 લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝીટ કરવામાં આવી. બીજી તરફ દેહવિક્રય કરીને ગુજરાન ચલાવતી મહિલાઓ અને તેમના સંતાનો માટે રાજ્ય સરકારે 37 કરોડ રૂપિયા આર્થિક મદદ કરી છે. કોરોનાના સમયમાં સંપૂર્ણ સમાજ પર જુદા જુદા પ્રકારે સંકટ આવ્યા. કોરોનાની લહેરમાં કમનસીબે કેટલાક બાળકોએ તેના માતાપિતા બંને ગુમાવ્યા.

17 હજારથી વધુ બાળકોને મદદ
દેહવિક્રય કરીને કુટુંબનું ગુજરાન ચલાવતી મહિલાઓને કોરોનાના સમયમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ મહિલાઓ અને તેમના બાળકોના ભોજનની વ્યવસ્થા થાય એ માટે અનાજ અને રોકડ રકમ સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવી. એમાં મહિલાઓને 5 હજાર રૂપિયા અને જેમના બાળકો સ્કૂલમાં જાય છે એવી મહિલાઓને વધારાના 2500 રૂપિયાની મદદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ યોજના અંતર્ગત રાજ્યમાં 59 હજાર 804 મહિલાઓ અને 17 હજાર 857 બાળકોને મદદ કરીને 37 કરોડ રૂપિયા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...