તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સંજય રાઉત પર સતામણીના આરોપ કરનારી ફિલ્મ નિર્માત્રીની ધરપકડ

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંદરા પોલીસે સાઈકોલોજિસ્ટની બોગસ પદવીના કેસમાં અને ફિલ્મ નિર્માત્રી સામે કાર્યવાહી કરી

ડોક્ટરની નકલી પદવી પ્રકરણમાં સાઈકોલોજિસ્ટ અને ફિલ્મ નિર્માત્રી ડો. સ્વપ્ના પાટકરની બાંદરા પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. નોંધનીય છે કે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના જીવન પર બાયોપિક બનાવનારી પાટકર તાજેતરમાં શિવસેનાના સાંસદ સંજય રાઉત પર સતામણીના ગંભીર આરોપ કરીને ચર્ચામાં આવી હતી.

કાનપુર યુનિવર્સિટીમાંથી નકલી પદવી બાબતનું આ પ્રકરણ છે. ત્યાંથી જ તેણે ડોક્ટરેટ પદવી મેળવી હોવાનો દાવો ગુરદીપ કૌરે ફરિયાદમાં કર્યો છે, જેને આધારે 26 મેએ પીઆઈ પદ્માકર દેવરેએ ભારતીય ફોજદારી સંહિતાની કલમો 419, 420, 467, 468, 471 અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો, એમ ડીસીપી અભિષેક ત્રિમુખેએ જણાવ્યું હતું.

કાનપુર યુનિવર્સિટીની છત્રપતિ શાહુજી મહારાજ વિશ્વ વિદ્યાલય, કાનપુર ખાતેથી 2009માં ઉક્ત વિષયમાં પીએચડી કર્યાનું બનાવટી પ્રમાણપત્ર તૈયાર કરાવ્યું હતું અને તે નકલી હોવા છતાં 2016 અથવા તે પૂર્વે લીલાવતી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ઓનરરી કન્સલ્ટન્ટ તરીકે નિયુક્તિ મેળવવા આ નકલી પ્રમાણપત્ર અસલી તરીકે ઉપયોગ કર્યું હતું. તેણે પોતાને ડોક્ટર હોવાનું બતાવીને સામાન્ય જનતાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સામાજિક કાર્યકર્તા ગુરદીપ કૌરે બાંદરા પોલીસમાં કરી હતી, જેને લઈ તેની ધરપકડ કરાઈ હતી, એમ ત્રિમુખેએ જણાવ્યું હતું.

દરમિયાન એડવોકેટ આભા સિંહે ટ્વીટર પર જણાવ્યું કે મુંબઈ હાઈ કોર્ટમાં ફરિયાદ નોંધાવવા માટે પાટકર પર આ તવાઈ આવી છે. પીઆઈ દેવરે સહિત ત્રણ પોલીસ કોઈ પણ લેખિત સમન્સ વિના મંગળવારે બપોરે પાટકરના ઘરે ગયા હતા અને તેને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. તેને એફઆઈઆરની કોપી પણ અપાઈ નહોતી.

સંજય રાઉતે કોર્ટમાં કેસ કર્યો
દરમિયાન સંજય રાઉતે થોડા સમય પૂર્વે મુંબઈની એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી. પાટકરે તેમની પર આરોપ કરતા ટ્વીટ્સ અને અન્ય સર્વ ડિજિટલ સામગ્રીઓ કાઢી નાખવા માટે ટ્વિટર ઈન્ડિયા અને ગૂગલ ઈન્ડિયાને નિર્દેશ આપવા તેમણે અરજીમાં વિનંતી કરી હતી. પાટકરના આરોપથી ખાસ કરીને મહારાષ્ટ્રમાં રાજકીય અને સામુદાયિક જૂથો વચ્ચે અસ્વસ્થતા પેદા થઈ શકે છે, એમ રાઉતે જણાવ્યું હતું. આ પછી પાટકરે દાવો કર્યો હતોકે બધા આરોપ માટે પૂરતા પુરાવા છે અને કોર્ટમાં લડવા તૈયાર છે.

પાટકરે મોદીને પણ પત્ર લખ્યો હતો
નોંધનીય છે કે મરાઠી ફિલ્મ નિર્માત્રી પાટકરે બાળાસાહેબ ઠાકરેની બાયોપિક બાળકડુ બનાવી હતી. પાટકરે આરોપ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આઠ વર્ષથી રાઉત દ્વારા તેની સતામણી અને શોષણ કરવામાં આવે છે એવો આરોપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...