તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:10 દિવસમાં મંદિરો નહીં ખોલ્યાં તો જેલ ભરો: અણ્ણા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યનાં મંદિરો ખોલવા માટે સરકારને શું વાંધોછે. દારૂની દુકાનો, હોટેલો ખોલવામાં આવી છે. ત્યાં થતી ગિરદીમાંથી કોરોના વધતો નથી કે શું. જ્યાંથી મળતા સાત્વિક વિચારોથી માણસો ઘડાયછે તેવાં મંદિરોને બંધ કરીને સરકારને શું મળ્યું એવો પ્રશ્ન કરીને વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હજારે સરકાર પર ક્રોધિત થયા છે. મંદિરો ખોલવા માટે જનતાએ હવે રસ્તા પર ઊતરવું જોઈએ, એમ પણ તેમણે જણાવ્યું હતું. આ સાથે સરકારને ઈશારો પણ આપ્યો છે.મંદિર બચાવ કૃતિ સમિતિએ મંદિરો ખોલવા માટે મોટું આંદોલન ઊભું કરવું જોઈએ.

તેમાં હું પોતે ભાગ લઈશ. સરકારનું ધોરણ બરોબર નથી. 10 દિવસમાં જો મંદિરો ખોલવાનો નિર્ણય નહીં લેવામાં આવે તો મોટું જેલ ભરો આંદોલન કરો, હું તમારી જોડે રહીશ, એવો ઈશારો પણ અણ્ણાએ શનિવારે આપ્યો હતો. નગરની મંદિર બચાવ કૃતિ સમિતિએ વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હજારેની રાળેગણસિદ્ધિ ખાતે મુલાકાત લઈને રાજ્યમાં બંધ બધાં મંદિરો ખોલવા માટે સરકાર પાસે ફોલો-અપ કરવું એવી માગણી કરી હતી.

મંદિર બચાવ કૃતિ સમિતિના પ્રમુખ વસંત લોઢાની આગેવાનીમાં મોવડીમંડળમાં મુખ્યાધ્યાપક સંઘના અધ્યક્ષ સુનીલ પંડિત, ઓબીસી જન મોરચાના અધ્યક્ષ બાળાસાહેબ ભુજબળ, શ્રી શિવ પ્રતિષ્ઠાનના બાપુ ઠાણગે, બાળાસાહેબ ખતાડે, ગણેશ પલંગે વગેરે હાજર હતા.અણ્ણાએ એમ પણ જણાવ્યું હતું કે સમાજ નિરાશ છે ત્યારે મંદિરો જ તેમને તારી શકે છે તેની પર મારો વિશ્વાસ છે.

તો અણ્ણાની આગેવાનીમાં ઉગ્ર આંદોલન
દરમિયાન વસંત લોઢાએ આ સમયે મંદિર બચાવ કૃતિ સમિતિએ આ પૂર્વે કરેલાં વિવિધ આંદોલનની માહિતી આપીને આગામી સમયમાં અણ્ણા હજારેની આગેવાનીમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એમ જણાવ્યું હતું. આ અંગે અણ્ણાને એક આવેદન પણ સોંપવામાં આવ્યું હતું, જેમાં વિશાલ ગણપતિ મંદિરના અધ્યક્ષ અભય અગ્ગારકર અને શિર્ડી સાઈબાબા દેવસ્થાનના માજી ટ્રસ્ટી સચિન તાંબેની સહીઓ છે.

અન્ય સમાચારો પણ છે...