તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપ:નૌકાદળના અધિકારી સામે દુષ્કર્મ બદલ ગુનો દાખલ

મુંબઇ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુદ્ધજહાજ અને વિવિધ હોટલોમાં લઈ ગયો હતો
  • 2.21 લાખ પાછા નહીં આપ્યાનો પણ આરોપ

લગ્નની લાલચે દુષ્કર્મ અને ઊછીના લીધેલા રૂ. 2.21 લાખ પાછા નહીં આપવાનો આરોપ કરતી ફરિયાદ એક મહિલાએ વી પી રોડ પોલીસમાં નૌકા દળના 31 વર્ષીય જુનિયર અધિકારી સામે નોંધાવી છે. વિવિધ હોટેલો અને યુદ્ધજહાજ પર અધિકારીએ જાતીય હુમલો અને દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ મહિલાએ કર્યો છે.

પોલીસે દુષ્કર્મ અને છેતરપિંડી અંગે ગુનો દાખલ કર્યો છે. અધિકારી હાલમાં દિલ્હીમાં ફરજ પર હોવાથી ત્યાંના નૌકાદળ પ્રશાસનને જાણ કરવામાં આવી છે. એક પોલીસ ટીમ દિલ્હી ગઈ હતી, પરંતુ અધિકારી રજા પર ઊતરી ગયો છે, જે તેના ઘરે પણ મળ્યો નહોતો.

પોલીસે જણાવ્યું કે 2016માં આ જુનિયર નેવલ અધિકારીની મુલાકાત મહિલા સાથે સોશિયલ મિડિયા મંચ થકી થઈ હતી, જે પછી મૈત્રીમાં પરિણમી હતી. આ પછી મહિલાને મુંબઈ, દિલ્હી, જયપુર અને મુંબઈમાં યુદ્ધજહાજ પર બોલાવીને પણ દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

થોડા સમય પૂર્વે અધિકારીએ અન્ય મહિલા જોડે લગ્ન કરી લીધાં હતાં. આ જાણ થતાં જ પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી નેવલ પોલીસમાં છે. આથી તેની ધરપકડ કરવા અમારે અમુક પ્રક્રિયાઓનું પાલન કરવાનું આવશ્યક છે. જોકે ધરપકડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...