તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ગૃહમંત્રીને નામે ખંડણી માગનારા પાંચ પોલીસો સામે ગુનો દાખલ

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકોલાના નામાંકિત ટ્રાન્સપોર્ટર પાસે રૂ. 10 લાખની ખંડણીની માગણી

રાજ્યના તત્કાલીન ગૃહમંત્રીને નામે અકોલાના નામાંકિત ટ્રાન્સપોર્ટર પાસે રૂ. 10 લાખની ખંડણી માગવા સંબંધે ક્રાઈમ બ્રાન્ચના પાંચ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવાનો આદેશ સ્થાનિક કોર્ટે આપ્યો છે. વાશીમ બાયપાસ વિસ્તારમાં વિજય ટ્રાન્સપોર્ટના ડાયરેક્ટર અબ્દુલ આસીફ પાસે વાહનની તપાસ કરવાને નામે તત્કાલીન સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચમાં કાર્યરત પાંચ પોલીસ સામે ગૃહમંત્રીને નામે રૂ. 10 લાખની ખંડણી માગવાની ફરિયાદ નોંધાઈ હતી.

ટ્રાન્સપોર્ટરના ત્રણ ટ્રક બળજબરીથી એલસીબી સંકુલમાં ગેરકાયદેરસર રીતે ઊભા કરવામાં આવ્યા અને ગુનો દાખલ કરવાની ધમકી આપીને રાજ્યના તત્કાલીન ગૃહમંત્રીને નામે ખંડણી માગી હોવાનું આસીફે ફરિયાદમાં જણાવ્યું હતું.આ ફરિયાદની કોપી તેમણે વડા પ્રધાન, પરિવહન મંત્રી, રાજ્યના પોલીસ પ્રમુખ, અમરાવતી વિભાગ ડીઆઈજી, અકોલા જિલ્લા પોલીસને મોકલી હતી. જોકે પોલીસે કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો. ડીઆઈજીએ આ પ્રકરણની તપાસ કરી. દરમિયાન ખંડણી માગવાનો આરોપનો સામનો કરતા પોલીસ કર્મચારીઓની ક્રાઈમ બ્રાન્ચમાંથી બદલી કરવામાં આવી હતી.

તત્કાલીન પીઆઈ શૈલેષ સપકાળની એન્ટી કરપ્શનમાં બદલી થઈ હતી. આસીફે આ પ્રકરણમાં ન્યાય મેળવવા વારંવાર સંબંધિત દોષીઓ સામે કાર્યવાહી કરવાની માગણી પકડી રાખી હતી. જોકે કાર્યવાહી નહીં થવાથી તેમણે કોર્ટમાં અરજી કરી હતી.

બંને બાજુની દલીલો સાંભળ્યા પછી તથ્ય અને પરિસ્થિતિજન્ય પુરાવા ધ્યાનમાં લઈને જયંતા શ્રીરામ સોનટક્કે, કિશોર કાશીનાથ સોનાવણે, વાસિમોદ્દિન અલિમોદ્દિન, અશ્વિન હરિપ્રસાદ મિશ્રા વગેરે વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુના દાખલ કરવાનો આદેશ કોર્ટે આપ્યો હતો. અરજદાર પાસેથી એડ. નજીબ શેખે દલીલો કરી હતી. આ પ્રકરણમાં હવે પોલીસ કોર્ટના આદેશનું પાલન કરીને શકમંદ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરે કે નહીં તેની પર સૌની મીટ મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...