તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:સોશિયલ મિડિયા પર વાંધાજનક પોસ્ટના 366 કેસ દાખલ, મુંબઈમાં 21 કેસ દાખલ કરવામાં આવ્યા

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનનો અમલ થયો ત્યારથી સોશિયલ મિડિયા પર અફવા, ખોટી માહિતી, ખોટા સમાચારો ફેલાવવા માટે રાજ્યમાં 366 કેસ રાજ્ય પોલીસની સાઈબર વિંગ દ્વારા શનિવાર સુધીમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. અસામાજિક તત્ત્વો દ્વારા ટિક ટોક, ફેસબુક, વ્હોટ્સએપ અને ટ્વિટર સહિતનાં સોશિયલ મિડિયાનાં મંચો પર ખોટા સમાચારો અને અફવાઓ ફેલાવતા પોસ્ટ મુકાતાં આ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. બીડમાં સૌથી વધુ 35 કેસ દાખલ કરાયા છે, જે પછી પુણે ગ્રામીણમાં 29, જલગામમાં 26, મુંબઈમાં 21 કેસ દાખલ કરવામાં આવ્યા છે.

ચંદ્રપુર જિલ્લામાં ફેસબુક પર પોસ્ટમાં કોમી ભાઈચારો તોડવાનો પ્રયાસ કરવા માટે ચાર કેસ દાખલ કરવામાં આવ્યા છે. આમાં વ્હોટ્સએપ સંબંધી 155 કેસ, ફેસબુક સંબંધી 143, ટિક ટોક વિડિયોના 16, ટ્વિટરના છ અને ઈન્સ્ટાગ્રામના ચાર કેસનો સમાવેશ થાય છે. ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ પણ વધી રહી છે. આથી ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો સહિત બધાને જ બેન્કની વિગતો અજાણ્યાઓને નહીં આપવા માટે પણ પોલીસે અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો