કાર્યવાહી:ઈકોમર્સ પોર્ટલ પર ગર્ભપાતની દવા વેચવા અંગે રાજ્યમાં 13 ગુના દાખલ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીશો.કોમ પર એમટીપી કિટ્સ પણ વેચાતી હતી

રાજ્યમાં ઠેકઠેકાણે પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (એમટીપી) કિટ્સ અને ગર્ભપાતની દવાઓ વેચતા ઈ-કોમર્સ પોર્ટલ સામે 13 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, એમ સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (એફડીએ) શનિવારે જણાવવામાં આવ્યું હતું.કંપની વિરુદ્ધ એફડીએના અધિકારીઓએ દાખલ કરેલી ફરિયાદને આધારે મુંબઈ, થાણે, જલગામ, કોલ્હાપુર, ઔરંગાબાદ અને નાગપુરમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે.

એફડીએના આસિસ્ટન્ટ કમિશન ગણેશ રોકડેએ જણાવ્યું હતું કે ઓનલાઈન પોર્ટલ મીશો.કોમ પર ગર્ભપાતની દવાઓ અનધિકૃત રીતે વેચવામાં આવી રહી છે એવી માહિતી અમને મળી હતી. આ પછી વેરિફિકેશન માટે એફડીએના અધિકારીઓએ ગ્રાહક હોવાનું બતાવીને રાજ્યના વિવિધ ભાગોમાં પ્રિસ્ક્રિપ્શન વિના એમટીપી કિટ્સ માટે ઓર્ડર આપ્યા હતા, જેમાં આ ચોરી પકડાઈ છે, એમ તેમણે જણાવ્યું હતું. પોર્ટલ કોસ્મેટિક પ્રોડક્ટો, જ્વેલરી, એપરલ્સ અને અમુક અન્ય આઈટમો વેચે છે.

તેના બ્યુટી અને હેલ્થ સેકશનમાં મેક-અપ, વેલનેસ અને સ્કિન- કેર સ બંધી પ્રોડક્ટો ઉપલબ્ધ છે. જોકે તેના હોમપેજ પર કોઈ પણ દવાઓનો કોઈ વિભાગ નથી. આમ છતાં સર્ચ વિંડોમાં એમટીપી શબ્દ ટાઈપ કરવામાં આવતાં એમટીપી એબોર્શન કિટ, એમટીપી કિટ ટેબ્લેટ્સ, એમટીપી પિલ્સ જેવા વિકલ્પો દેખાય છે. આમાંથી એક વિકલ્પની પસંદગી કરવામાં આવતાં પેજ અમુક ફાર્મા કંપનીઓની ગર્ભપાતની કિટ્સની ઈમેજીસ પ્રદર્શિત થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

દર્દીના જીવનને ખતરો બની શકે : એમટીપી કિટ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940 હેઠળ શિડ્યુલ એચ ડ્રગ છે અને નોંધણીકૃત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ તે વેચવાનું ફરજિયાત છે. ઉપરાંત મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 2002 અને નિયમ 2003 હેઠળ આ દવાઓ આરોગ્ય એકમમાં જ અને સેવા પ્રદાતાની દેખરેખ હેઠળ જ વેચવાનું ફરજિયાત, કારણ કે દર્દીના સ્વાસ્થ્ય અને જીવનને ખતરામાં મૂકી શકે છે. આ દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના વેચીને મીશો.કોમે દવાઓ વેચવા માટે અમલી કાયદાનું રીતસર ઉલ્લંઘન કર્યું છે.

22 એપ્રિલથી 6 મે વચ્ચે ગુનો
આથી મીશો.કોમ સામે મુંબઈ, થાણે, જલગામ, કોલ્હાપુર, ઔરંગાબાદ અને નાગપુરમાં એફડીએના ડ્રગ ઈન્સ્પેક્ટરોની ફરિયાદ પરથી 13 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આરોપીઓ સામે 22 એપ્રિલથી 6 મે વચ્ચે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940 અને ભારતીય ફોજદારી સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ રીતે એફડીએએ ચોરી પકડી
અમારા અધિકારીઓએ ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી તેમણે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ઓર્ડરનો સ્વીકાર કર્યો હતો. ઓર્ડર અનુસાર રાજ્યના વિવિધ ભાગોમાંથી કુરિયર પાર્સલ થકી 16 એમટીપી કિટ્સ પ્રાપ્ત કર્યા હતા. આ કિટ્સ અગ્રણી ફાર્મા કંપની દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને વારાણસી, આગ્રા અને દિલ્હીથી વિતરણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...