• Gujarati News
  • Local
  • Mumbai
  • Fighting Between Two Groups During Kalash Yatra In Aarey Colony, 8 To 10 People Injured; Situation Under Control

ધાર્મિક વિવાદ:આરે કોલોનીમાં કળશ યાત્રા સમયે બે જૂથ વચ્ચે મારામારી, 8 થી 10 લોકો જખમી; પરિસ્થિતિ નિયંત્રણમાં

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈના આરે કોલોની પરિસરમાં ધાર્મિક વિવાદમાંથી રવિવારે મોડી રાતે બે જૂથ વચ્ચે મારામારી થવાની ઘટના બની હતી. પોલીસે સમયસર હસ્તક્ષેપ કર્યો હતો અને પરિસરમાં કલમ 144 અંતર્ગત જમાવબંધી લાગુ કરવામાં આવી હતી. દરમિયાન રાજ્યમાં બીજા ઠેકાણે પણ વિવાદ ઊભા થયા હતા.

અમરાવતીના અચલપુર અને પરતવાડા શહેરમાં તથા અચલપુર શહેરના દુલ્લા ગેટ પરિસરમાં ઝંડો હટાવવા પરથી બે જૂથ આમનેસામને આવી ગયા હતા. તેથી સંપૂર્ણ રાજ્યમાં તંગદિલીનું વાતાવરણ નિર્માણ થયું હતું. પોલીસે ઠેકઠેકાણે હસ્તક્ષેપ કર્યા પછી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી.

મુંબઈની આરે કોલોનીના ગૌતમનગર ભાગમાં બે જૂથ વચ્ચે મોટા પ્રમાણમાં વિવાદ થયો હતો અને ઝઘડા પછી એનું રૂપાંતર મારામારીમાં થયું હતું. શિવમંદિરના કળશની યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસના હસ્તક્ષેપ બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી અને પોલીસે આરોપીઓને તાબામાં લીધા હતા. પોલીસે આ પરિસરમાં કલમ 144 અંતર્ગત જમાવબંધી લાગુ કરી હતી. પોલીસે બંને જૂથના 25 જણ વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. આ પરિસરમાં મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...