જાગૃતિ:મહિલાઓ પરના અત્યાચાર, છેડતી રોકવા માટે પોલીસની નિર્ભયા ટીમો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીડિતાઓના સશક્તિકરણ માટે સક્ષમ ઉપક્રમનો પણ અમલ કરશે
  • હવે દરેક પોલીસ સ્ટેશનમાં વુમન સેફ્ટી સેલની સ્થાપના કરાશે, રેડિયો અને મિડિયા થકી જાગૃતિ પણ ફેલાવામાં આવશે

3સાકીનાકામાં દુષ્કર્મ અને હત્યાની ક્રૂર ઘટનાએ પ્રશાસનને હચમચાવી નાખ્યું છે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળવા માટે અનેક ઉપાયયોજનાઓ કર્યા પછી મુંબઈ પોલીસ કમિશનર હેમંત નગરાલે દ્વારા મંગળવારે મહિલાઓ, યુવતીઓ, સગીરાઓ સાથે દુષ્કર્મ, અત્યાચાર, છેડતી સહિતના ગુનાઓ રોકવા માટે નિર્ભયા ટીમ સ્થાપવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત એમ પાવર સંસ્થા થકી પીડિતાઓને માનસિક રીતે સશક્ત કરવા, માર્ગદર્શન કરવા માટે સક્ષમ ઉપક્રમ પણ હાથ ધરવામાં આવશે.

હવે દરેક પોલીસ સ્ટેશનમાં વુમન સેફ્ટી સેલની સ્થાપના કરવામાં આવશે. પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ કરતી મોબાઈલ-5 વેનને હવે નિર્ભયા ટીમ તરીકે ઓળખવામાં આવશે. દરેક પ્રાદેશિક વિભાગની એક મહિલા એસીપી અથવા પીઆઈ તેમના વિભાગનાં પોલીસ સ્ટેશનની નિર્ભયા ટીમના નોડલ અધિકારી તરીકે ધ્યાન રાખશે. ટીમમાં મહિલા પીએસઆઈ, એપીઆઈ દરજ્જાની એક અધિકારી, 1 મહિલા અને 1 પુરુષ હવાલદાલ, 1 ડ્રાઈવર રહેશે. નિર્ભયા ટીમ રેડિયો અને મિડિયા થકી જાગૃતિ પણ ફેલાવશે.

આ ટીમને બે દિવસનું પ્રશિક્ષણ અપાશે. આ ટીમ બાળ સુધારગૃહો, અનાથાલયો અને છોકરીઓની હોસ્ટેલો ખાતેની ગોપનીય માહિતી કઢાવશે. દરેક પોલીસ સ્ટેશને તેમની હદમાં મહિલાઓ પર અત્યાચાર થઈ શકે તેવા હોટસ્પોટ ઓળખી કાઢવાનાં રહેશે, જેમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર, મનોરંજન મેદાનો, બગીચા, શાળા કોલેજ વિસ્તાર, થિયેટર વિસ્તાર, મોલ્સ, બજાર, બસ સ્ટોપ, સ્ટેશન તરફ જતા રસ્તા-સબવે, નિર્જન સ્થળો પર તેમણે નજર રાખવાની રહેશે.

રાત્રે મહિલા માગે તો મદદ મળશે
કમિશનરે દરેક પોલીસ સ્ટેશનને રાતના સમયે મહિલા મદદ માગે તો સુરક્ષિત સ્થળે પહોંચાડવા વ્યવસ્થા કરવાનું પણ જણાવ્યું છે. ઉપરાંત એકલા રહેલા સિનિયર સિટીઝનની પણ મુલાકાત લઈને તેમની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. છેલ્લાં 5 વર્ષમાં મહિલાઓ, સગીરોનું શોષણ કરનારા રેકોર્ડ પરના ગુનેગારોની યાદી તૈયાર કરીને તેમની પર નજર રખાશે.

શાળા- કોલેજમાં પ્રશિક્ષણ
નિર્ભયા ટીમને શાળા, કોલેજ, મહિલાઓની હોસ્ટેલો, કે મહિલા અને યુવતીઓને સ્વરક્ષણનું પ્રશિક્ષણ આપવા માટે વર્કશોપ યોજવા પણ કમિશનરે આદેશ આપ્યો છે. આવા ઠેકાણે નિર્ભયા પેટી રાખવી, જેમાં ફરિયાદનો પત્ર મળતાં જ તુરંત દખલ લઈને કાર્યવાહી કરવાનો આદેશ પણ કમિસનરે આપ્યો છે.

મુંબઈમાં ડ્રોન દ્વારા તબીબી સેવાના પુરવઠોનો સફળ ઉપક્રમ
ભારતમાં શરૂ થઈ રહેલો કોવિડ-19 રસી માટે નવો ડ્રોન ડિલિવરી પાઈલટ પ્રોગ્રામ, એટલે કે, તબીબી કામો માટે ડ્રોન્સનો ઉપયોગ કરવાના એપોલો હોસ્પિટલ્સના પ્રયાસની સફળતા છે. નવો પ્રોગ્રામ કોવિડ-19 રસી ડ્રોનથી પહોંચાડવા માટે એશિયા ખંડનો પ્રથમ ઉપક્રમ હોઈ તેનું આયોજન વર્લ્ડ ઈકોનોમિક ફોરમે એપોલો હોસ્પિટલ્સના હેલ્થનેટ ગ્લોબલ અને ભારત સરકારના નીતિ આયોગના સહયોગથી કર્યું હતું. } ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...