તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફરિયાદ:ઘાટકોપર, વિક્રોલી, ગોવંડી, ભાંડુપમાં ગેસ ગળતરથી ભય

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઇના અમુક વિસ્તારોમાં શનિવારે ગેસ ગળતરની ગંધ આવવાની ફરિયાદ મહાપાલિકાને શનિવારે સાંજે મળી હતી. જોકે આ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તુરંત સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી હતી. આમ છતાં મોડી સાંજ સુધી ગેસ ગળતરની ઘટનામાં કોઈ હાનિ થયાના અહેવાલ મળ્યા નહોતા.મહાપાલિના જણાવ્યા અનુસાર ઘાટકોપર, વિક્રોલી, ગોવંડી, ભાંડુપમાં ગેસની દુર્ગંધની ફરિયાદ સાંજે 4 વાગ્યે મળી હતી. આ અંગે ફાયર બ્રિગ્રેડ, પોલીસ, મહાનગર ગેસ, મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને વોર્ડના સ્ટાફને જાણ કરવામાં આવી હતી. જોકે આ વોર્ડના ફરિયાદીઓ પાસેથી સંબંધિત વિભાગોએ સાંજે અહેવાલ લીધો હતો

જેમાં તમામ ફરિયાદીઓએ હવે દુર્ગંધ આવતી નથી એમ જણાવ્યું હતું. આ પહેલાં સ્થાનિક રહેવાસીઓએ સોશિયલ મિડિયાના માધ્યમથી માયબીએમસી સહિતના વિભાગને ટાંકીને લખ્યું હતું કે,એવું લાગે છે કે ઘાટકોપરમાં ફરી ભારે ગેસ ગળતરની ગંધ આવે છે, બીજું કોઈ તેને અનુભવી શકે છે? તમારા ઘરના દરવાજા અને બારીઓ બંધ કરીને સાવચેતી રાખવી. ચેક કરીને તેની પુષ્ટિ કરો. આ પ્રકારના મેસેજ વાઈરલ થયા હતા. આ પછી તંત્રએ ફરિયાદને ગંભીરતાથી લઇ તુંરત ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે સાંજે 7.40 મિનિટે શહેર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તરફથી ગેસ ગળતરની ગંધ હવે જણાતી નથી એવું જાહેર કરાયું હતું.દરમિયાન મહાનગર ગેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સગળતરની ફરિયાદ મળતાં જ અમારી ટીમોએ પાઈપલાઈન સિસ્ટમ તપાસ કરવાનું શરૂ કર્યું હતું. જોકે કશું વાંધાજનક મળ્યું નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો