• Home
  • Local
  • Mumbai
  • Fear of closure of hotels as there is no provision in the Centre's economic package

કોરોનાવાઈરસ / કેન્દ્રના આર્થિક પેકેજમાં કોઈ જોગવાઈ નહીં હોવાથી હોટેલો બંધ પડવાનો ડર

Fear of closure of hotels as there is no provision in the Centre's economic package
X
Fear of closure of hotels as there is no provision in the Centre's economic package

  • આર્થિક રાજધાની મુંબઈની હોટેલોને સૌથી વધારે ફટકો પડશે

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

મુંબઈ. કોરોના લોકડાઉનને કારણે રેસ્ટોરંટ્સ, હોટેલો બંધ છે. આ ક્ષેત્રને પુનર્જીવિત કરવા કેન્દ્ર સરકારે કોઈ પણ આર્થિક પેકેજ આપ્યું નથી. તેથી દેશની ૭૦ ટકા હોટેલો બંધ પડવાનો ડર હોટેલ વ્યવસાયિકોના સંગઠને વ્યક્ત કર્યો છે. એનો સૌથી વધુ ફટકો આર્થિક રાજધાની મુંબઈની હોટેલોને પડશે એવો ડર છે. લોકડાઉનની પ્રથમ શરૂઆત રેસ્ટોરંટ્સ, હોટેલો અને મોલના બંધ થવા સાથે થઈ. તેથી અન્ય ક્ષેત્રોની સરખામણીએ રેસ્ટોરંટ્સ ૧૦ દિવસ પહેલાં જ બંધ થઈ હતી. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજમાં હોટેલ, રેસ્ટોરંટ અથવા પર્યટન ક્ષેત્રોને કોઈ ટેકો મળ્યો નથી.
પર્યટન ક્ષેત્રો તરફથી ૧૭ લાખ કરોડ રૂપિયાનું મહેસૂલ મળે છે
આ વ્યવસાયિકોનું રાષ્ટ્રીય સંગઠન ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરંટ એસોસિએશન ઓફ ઈંડિયાના (એફએચઆરએઆઈ) ઉપાધ્યાક્ષ અને પશ્ચિમ ભારત હોટેલ એન્ડ રેસ્ટોરંટ એસોસિએશનના અધ્યક્ષ ગુરબક્ષ સિંઘ કોહલીએ જણાવ્યું કે હોટેલ, રેસ્ટોરંટ અને કુલ મળીને પર્યટન ક્ષેત્રો તરફથી ૧૭ લાખ કરોડ રૂપિયાનું મહેસૂલ મળે છે. આ આંકડો જીડીપીના ૧૦ ટકા છે. આ ક્ષેત્રમાં ૪ કરોડ ૩૦ લાખ નોકરીઓ છે. આ આંકડો દેશની કુલ નોકરીઓના ૯ ટકા છે. તેથી જ આ ક્ષેત્રને આર્થિક પેકેજની ખૂબ જરૂર હતી. જોકે કેન્દ્ર સરકાર આ બાબતે ઉદાસ છે. 
હોટેલ વ્યવસાયિકો તરફથી સતત કેન્દ્ર સરકાર સાથે પત્રવ્યવહાર ચાલુ
આ ક્ષેત્રમાં સૌથી વધારે નોકરીઓ હોવાથી આ ક્ષેત્રને આર્થિક મદદ મળે એ માટે હોટેલ વ્યવસાયિકો તરફથી સતત કેન્દ્ર સરકાર સાથે પત્રવ્યવહાર ચાલુ હતો. કેન્દ્રિય નાણાં મંત્રીએ પાંચ દિવસ જુદા જુદા પેકેજોની ઘોષણા કરી પણ એમાં આ ક્ષેત્રનો જરાય નામોલ્લેખ નથી એવી નારાજગી એફએચઆરએઆઈના સહસચિવ પ્રદીપ શેટ્ટીએ વ્યક્ત કરી હતી. આર્થિક રાજધાનીને મોટો ફટકો :  આર્થિક રાજધાની મુંબઈની હોટેલો અને રેસ્ટોરંટ્સમાં અન્ય શહેરોની હોટેલો કરતા વધારે ગિરદી હંમેશા હોય છે. મુંબઈ શહેર અને ઉપનગરોમાં લગભગ ૫ હજાર હોટેલ અને રેસ્ટોરંટ છે. હવે લોકડાઉન હજી વધારવામાં આવી રહ્યું હોવાથી દેશની ૭૦ ટકા હોટેલ બંધ પડવાનો ડર છે છતાં મુંબઈમાં એની શક્યતા ૮૦ ટકા હોટેલોની છે. એ અનુસાર આ ક્ષેત્રોની લાખો નોકરીઓ સંકટમાં આવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી