તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ખાદ્ય તેલના વેપારીઓમાં FDAના દરોડાઃ લાખ્ખોનો જથ્થો સીલ કરાયો

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તહેવારોને અનુલક્ષી ભેળસેળ રોકવા છેલ્લા 8 દિવસથી FDAની કાર્યવાહી

ફૂડ એન્ડ ડ્રગ્ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા આગામી તહેવારોને અનુલક્ષીને ખાદ્યતેલના વેપારીઓ પર છેલ્લા 8 દિવસથી રેઇડ કરી તેલના નમૂનાઓ લઇ જવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં ભિવંડીના એક કચ્છી તેલના વેપારી ગેલેક્સી એન્ટરપ્રાઇઝમાં શુક્રવારે તપાસ કરવામાં આવી હતી, જયાંથી વિવિધ તેલ પેકિંગના 3 નમૂનાઓ લઇને 4,47,119 રૂપિયાનો તેલના ટીનનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો.થાણે વિભાગના સંયુક્ત કમિશનર (અન્ન) એસ.એસ. દેશમુખની સૂચનાથી એફડીએની એક ટીમે 13 નવેમ્બરે થાણે જિલ્લાના ભિવંડીમાં કલ્હેર સ્થિત ગેલેક્સી એન્ટરપ્રાઇઝમાં અલગ અલગ જથ્થામાં રિફાઇન્ડ કોટનસીડ ઓઇલ 245 કિલો, રિફાઇનન્ડ બ્રાન્ડે તેલનો 2595 કિગ્રા અને કાચી ઘાણીનું 795 મસ્ટર્ડ તેલ સાથે કુલ 4,47,119 રૂપિયાનો તેલનો જથ્થો સીલ કર્યો હતો.

કચ્છના આધોઇ ગામના વતની અને ભિવંડીમાં રહેતા કચ્છી ઓસવાળ રસીકભાઇ શાહે કહ્યું હતું કે, તહેવારોમાં રૂટીન મુજબનું ચેકિંગ દર વર્ષે એફડીએ તરફથી કરવામાં આવે છે. તેઓ કાયદા અનુસાર તપાસ કરે છે, સંબંધિત તેલના નમુનાઓ લઇ ગયા છે. લેબોરેટરીમાંથી તપાસ થયા પછી અમારા તેલનો જથ્થો મુકત થઇ જશે. અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના અધ્યક્ષે જણાવ્યું હતું કે, ગત તહેવારોના દિવસો દરમિયાન એફએસએસઆઈ વિભાગ દ્વારા તેલના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓની તપાસ માટે અધિકારીઓએ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી અને અનેક એકમોમાંથી નમૂનાઓ લીધા હતા અને માલ પણ તપાસ ન થાય ત્યાં સુધી જપ્ત કરીને રાખવામાં આવ્યો છે,

પરંતુ વિભાગ દ્વારા જ્યાં સુધી માલની તપાસ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ માલ ભેળસેળવાળો છે એવું જાહેર નહીં કરવું જોઈએ, કેમ કે નમૂનાની તપાસ થઈને આવા માટે કાયદેસર 14 દિવસનો સમય નક્કી કરવામાં આવી છે પણ સરકાર પાસે લેબોરેટરીઓ જરૂરિયાત મુજબ નહીં હોવાથી દોઢથી બે મહિનાના સમય બાદ નમૂનાઓની તપાસ થઈને આવે છે. આવા સંજોગોમાં ક્યારેક માલ વાપરવા માટેની અંતિમ તારીખ નીકળી જતી હોય છે, જેથી આવા માલને ફેંકી દેવો પડે છે જેથી વેપારી અને રાષ્ટ્રનું નુકસાન થાય છે અને નમૂના લીધા બાદ તરત જ જાહેર નહીં કરવું જોઇએ કે માલ નિમ્ન સ્તરનો છે જે મોટે ભાગે વખતે ખોટું સાબિત થાય છે અને તપાસનો અહેવાલ આવ્યા બાદ નમૂના નિયમ પ્રમાણે નહીં હોય પણ અગાઉથી કરેલી જાહેરાતને લીધે વેપારની પ્રતિષ્ઠા પર ધબ્બો લાગે છે એટલે અધિકારીઓએ આ વસ્તુનો વિચાર કરીને જ જાહેર કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો