તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવેદન:ફાધર સ્ટેન સ્વામીની જેલમાં હત્યા જ થઈ છેઃ સંજય રાઉત

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારને હિટલર – મુસોલિની સાથે સરખાવી

ભીમા કોરેગાવ હિંસાચાર અને નકસલવાદીઓ સાથે સંબંધના આરોપ હેઠળ જેલમાં રહેલા 84 વર્ષીય ફાધર સ્ટેન સ્વામીના મૃત્યુના રાજકીય પડઘા પડવા લાગ્યા છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ નિમિત્તે પક્ષના મુખપત્ર થકી કેન્દ્રમાં સત્તાધારી મોદી સરકાર પર જોરદાર ટીકા કરી છે. 84 વર્ષનો એક વૃદ્ધ રાજ ઊથલાવી શકે એટલો આ દેશ પોકળ પાયા પર ઊભો છે કે કેમ એવો પ્રશ્ન પણ તેમણે સરકારને પૂછ્યો છે. કમ્યુનિઝીમના વિવિધ પ્રવાહો સાથે આપણા મતભેદ છે. માઓવાદ, નકસલવાદ ભયંકર છે.

જોકે માઓવાદીનો રાજકીય પક્ષ, સંગઠન, સત્તા, વ્યવસ્થાપન દુનિયામાં અનેક ઠેકાણે છે. તે બધા કાશ્મીરના આતંકવાદીઓ કરતાં ભયંકર છે એવું માન્ય કરવામાં આવે તો પણ 84 વર્ષના વિકલાંગ, નિઃસહાય સ્ટેન સ્વામીના મૃત્યુનું સમર્થન નહીં કરી શકાય. તેમની જેલમાં એક પ્રકારે હત્યા જ થઈ છે, એમ રાઉતે જણાવ્યું છે.

દુનિયાભરના માનવાધિકાર કાર્યકર્તાઓએ સ્વામીને જામીન આપવા વિનંતી કરી. સંયુક્ત રાષ્ટ્રએ પણ વિનંતી કરી. જોકે પાણીનો ગ્લાસ ઊંચકીને મોઢે નહીં લગાવી શકનારા સ્વામીને અંતે જેલમાં જ મારવામાં આવ્યા. એલ્ગાર પરિષદ એક ઝેર ફેલાવનારું માદ્યમ હતું તેનું સમર્થન કોઈએ નહીં કરવું જોઈએ. જોકે તે નિમિત્તે જે ઘડવામાં આવ્યું તે અવાજ દબાવવાનું ષડયંત્ર જ છે એવું કહેવું પડશે, એવો આરોપ રાઉતે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...