તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવલેણ હુમલો:ઔરંગાબાદમાં આશ્રમના સાધુ પર જીવલેણ હુમલો

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલઘર જિલ્લામાં ડ્રાઇવર સહિત 2 સાધુઓની નિર્દયતાથી હત્યા કરવાનો મામલો હજુ થાળે પડ્યો નથી ત્યાં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સાધુ પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. ઔરંગાબાદના સતાલા ગામમાં એક ટેકરી પર બાંધવામાં આવેલા આશ્રમમાંના સાધુ પર હુમલો કરવાની ઘટના બાદ ફરીથી સાધુ-સંતોમાં રોષ વ્યાપી ગયો છે. ગામની એક ટેકરી પર પ્રિયશરણ મહારાજનો આશ્રમ છે. ગુરુવારે વહેલી સવારે ચોકમાં, લદાસાવંગી માર્ગ પર સ્થિત પ્રિયશરણ મહારાજના આશ્રમમાં 7-8 લોકો ઘૂસ્યા હતા અને દરવાજો તોડી નાખ્યા પછી સાધુ ઉપર હિંસક હુમલો કર્યો હતો.

મહારાજ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ ઘાયલ થયા હતા. મહારાજને ઔરંગાબાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ હુમલા પાછળનું કારણ જમીન વિવાદ હોવાનું જણાવાયું છે. મહારાજને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટના દરમિયાન ચોરી કે લૂંટ થઈ નહોતી. આથી આ હુમલા પાછળનું વાસ્તવિક કારણ શું હતું તેની પોલીસ તપાસ કરી રહી છે. આ મામલે ફુલમ્બરી પોલીસ સ્ટેશન તપાસ કરી રહ્યું છે.ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં તેમના ડ્રાઇવર સહિત 2 સાધુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો