તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:પૂરગ્રસ્તોને મદદ માટે ખેડૂતોની નદીમાં છલાંગ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસો બોટની સહાયથી હેમખેમ બહાર કાઢ્યા

પૂરગ્રસ્તોને તુરંત પૂરતી મદદ મળે એવી માગણી માટે સ્વાભિમાની શેતકરી સંઘટનાના નેતા અને ભૂતપૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ બુધવારથી કોલ્હાપુરમાં પંચગંગા પરિક્રમા યાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રા નૃસિંહવાડી ખાતે પહોંચ્યા પછી જળસમાધિ આંદોલન કરીશું એવી ઘોષણા કરી હતી. આ મુજબ રવિવારે પદયાત્રા નૃસિંહવાડીમાં દાખલ થઈ હતી. તે સમયે સંઘટનાના કાર્યકર્તા અમુક ખેડૂતોએ પંચગંગા નદીમાં ભૂસકો મારી દીધો હતો.

આ પછી પોલીસ પ્રશાસનદ્વારા બોટની મદદથી તેમને ભારે જહેમતને અંતે બહાર કાઢ્યા હતા. જળસમાધિ આંદોલનની અગાઉથી ઘોષણા કરી હોવાથી પોલીસે પહેલેથી જ મોટો બંદોબસ્ત ગોઠવી દીધો હતો, જેને કારણે નદીમાં ભૂસકો મારનારા ખેડૂતોને તુરંત બચાવી શકાયા હતા. રાજુ શેટ્ટીએ આ સમયે કાર્યકરોને સંયમ રાખવા માટે અનુરોધ પણ કર્યો હતો. જોકે તે છતાં કાર્યકરો ઉશ્કેરાયા હતા અને નદીમાં ભૂસકો માર્યો હતો. આ સમયે કોરોનાના નિયમોની પણ ઐસીતૈસી કરવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું. આ પદયાત્રાની પાર્શ્વભૂમિમાં નૃસિંહવાડીમાં મોટે પાયે પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો. નૃસિંહવાડી- કુરુંદવાડ કૃષ્ણા પુલ પર મોટે પાયે ભીડ એકઠી થઈ હતી.

સરકારનો કોઈક પ્રસ્તાવ આવવાનો છે. તે શું છે એ જોયા પછી આગળનો વિચાર કરીશું. ઉપ જિલ્લાધિકારી મને મળવા આવવાના છે.

અન્ય સમાચારો પણ છે...