તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યના રત્નાગિરિ જિલ્લામાં 23 વર્ષીય યુવાને પોતાની જ ગામની પોતાની જ જ્ઞાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કરતાં તેનો અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરનારા ફરિયાદની સસરા સહિત 12 ગામવાસીઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.યુવાને રત્નાગિરિના સંગમેશ્વર તાલુકાના દેવરુખ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સ્થાનિક સમુદાયમાં લગ્નનો વિરોધ કરનારા ગામવાસીઓના સમૂહ દ્વારા વારંવાર અપમાનિત કરવામાં આવે છે એમ તેણે ફરિયાદમાં જણાવ્યું હતું. ફરિયાદી અને આરોપીઓ એક જ જાતિના છે (પછાત જાતિ). ફરિયાદી દેવરુખના પાટગાવ બૌદ્ધવાડીના છે. તે એન્જિનિયર તરીકે અગ્રણી ખાનગી બ્રોડકાસ્ટ સેટેલાઈટ સેવા પ્રદાતા કંપનીમાં કામ કરે છે અને પાલઘર જિલ્લાના વસઈમાં હાલમાં વસવાટ કરે છે, એમ પોલીસે જણાવ્યું હતું.
તેને મુંબઈમાં ખાર ખાતે એક 20 વર્ષની યુવતી સાથે પ્રેમ થયો હતો, જે યુવતી પણ તેના જ ગામની અને તેની જ જ્ઞાતિની છે. તે નવી મુંબઈના કોપરખૈરાણેની રહેવાસી છે અને તેની જ કંપનીના અન્ય વિભાગમાં નોકરી કરી રહી છે. ગામમાં એક જ ગામ અને જ્ઞાતિનાં યુવાન- યુવતીએ લગ્ન નહીં કરવા એવો નિયમ છે.
આથી ફરિયાદીએ આ નિયમ તોડતાં ગામવાસીઓએ તેના સહિત તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો હતો. ગામ એક પરિવાર જેવું માનવામાં આવતું હોવાથી આવાં લગ્નને પરવાનગી છે એમ ફરિયાદી યુવાનનું કહેવું છે, એમ પોલીસે જણાવ્યું હતું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.