કાર્યવાહી:મહિલાનો ખોટો કોરોના અહેવાલ ,છ ડોક્ટર સામે એફઆઈઆર દાખલ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પનવેલમાં મહિલા વકીસ અશ્વિની થવઈ મૃત્યુ પ્રકરણે પનવેલ અને વાશીના ડોક્ટરો સામે પોલીસે કોર્ટના આદેશ પછી એફઆઈઆર દાખલ કરી છે. થવઈના લોહીના નમૂના વાશીની યુડીસી સેટેલાઈટ લેબોરેટરી સાથે ચાર લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ ચારેય લેબે થવઈનો કોરોનો રિપોર્ટ નેગેટિવ હોવાનું તારણ કાઢ્યું હતું. આ પરથી ગાંધી હોસ્પિટલે આ ઘટના છુપાવવા અને અશ્વિનીનું મૃત્યુ કોરોનાથી થયું હોવાનું બતાવવા માટે વાશીની યુડીસી સેટેલાઈટ લેબોરેટરીમાંથી મૃત્યુનો ખોટો કોરોના પોઝિટિવ રિપોર્ટ બનાવડાવી લીધો હોવાનું કોર્ટમાં બહાર આવ્યું હતું.

અશ્વિની કોરોના પોઝિટિવ હોવાથી તેનું મૃત્યુ થયું હોવાનું જણાવીને ગાંધી હોસ્પિટલે તે સમયે યુડીસી સેટેલાઈટ લેબોરેટરીનો આરટી- પીસીઆર રિપોર્ટ બતાવીને આ કિસ્સો દબાવવાનો પ્રયાસ કર્યાનો આરોપ અશ્વિનીના સંબંધીઓએ કર્યો હતો. અશ્વિનીપર શસ્ત્રક્રિયા કરવામાં આવતી હતી ત્યારે અચાનક તેની તબિયત બગડવાથી તેને પટેલ હોસ્પિટલમાંથી ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અહીં અશ્વિનીને એક દિવસ આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. આ પછી બીજા દિવસે તેનું મૃત્યુ થયું હોવાનું ઘોષિત કરવામાં આવ્યું હતું. પટેલ હોસ્પિટલમાં અશ્વિની પર શસ્ત્રક્રિયા કરતી વખતે ડો. ધર્મેશ મહેતાએ અશ્વિનીને એનેસ્થેશિયા આપ્યું હતું, જ્યારે ડો. કૃતિકા પટેલે અશ્વિની પર શસ્ત્રક્રિયા કરી હતી.

મૃતકના પતિએ કર્યા ગંભીર આરોપ
અશ્વિનીને વધુ પ્રમાણમાં એનેસ્થેશિયા આપ્યું હોવાથી અને શસ્ત્રક્રિયા દરમિયાન તેને વધુ રક્તસ્રાવ થયો હોવાને લીધે તેનું મૃત્યુ પટેલ હોસ્પિટલમાં થયું હોવાનો આરોપ મૃતકના કુટુંબીઓએ કર્યો હતો. ઉપરાંત મૃતક અશ્વિનીને ગાંધી હોસ્પિટલે પણ એક દિવસ વેન્ટિલેટર પર રાખી હોવાનો આરોપ કરીને અશ્વિનીના પતિ નિશાંતે પનવેલ શહેર પોલીસમાં ફરિયાદ કરી હતી.

હોસ્પિટલોનો પ્રકરણ દબાવવા પ્રયાસ
જોકે પોલીસે આ પ્રકરણે કોઈ કાર્યવાહી કરી નહોતી. આથી નિશાંતે પનવેલ કોર્ટમાં અરજીકરીને ડોક્ટરોએ ખોટી રીતે ઉપચાર કરવાથી જ અશ્વિનીનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત પટેલ અને ગાંધી હોસ્પિટલ દ્વારા પ્રકરણ દબાવવા માટે શું કરાયું તે પણ કોર્ટને જણાવવામાં આવ્યું હતું. આ પછી કોર્ટે આ પ્રકરણે તપાસનો આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...