ડ્રગ્સ પાર્ટી કેસ:ગોસાવી અને વાનખેડે વચ્ચે ફોન કોલનો સૈલનો દાવો ખોટોઃNCB

મુંબઇ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૈલ કોઈકની દોરવણીથી વાનખેડે અને NCBને બદનામ કરી રહ્યો છે

ડ્રગ્સ પાર્ટી કેસમાં સાક્ષીદાર નં. 1 પ્રભાકર સાઈલે 2 ઓક્ટોબરે ક્રુઝ પર દરોડાની રાત્રે અન્ય સાક્ષીદાર પ્રભાકર સાઈલ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વચ્ચે ફોન કોલ પર વાત થઈ હતી એવો આરોપ સાવ ખોટો અને પાયાવિહોણો છે, એમ એનસીબીનાં સૂત્રોએ જણાવ્યું હતું.કોર્ડેલિયા ક્રુઝ પર દરોડા પાડવામાં આવ્યા અને શાહરુખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ કરવામાં આવી તે રાત્રે વાનખેડે અને ગોસાવી વચ્ચે કોઈ ફોન કોલ થયા નહોતા. વાનખેડેના સીડીઆર (કોલ ડિટેઈલ રેકોર્ડ) અને મુંબઈ પોલીસની એસઆઈટી કે એનસીબીની વિજિલન્સ ટીમને પણ આવું કશું જ મળ્યું નથી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

સાઈલે અગાઉ દાવો કર્યો હતો તે તે રાત્રે ગોસાવી અને વાનખેડે વચ્ચે ફોન પર વાતો થઈ હતી. સાઈલ ગોસાવીનો બોડીગાર્ડ હતો. સાઈલે એવો પણ દાવો કર્યો હતો કે ગોસાવી શાહરુખની મેનેજર પૂજા દદલાનીને મળવા જતો હતો ત્યારે ગોસાવીએ તેને તેના નંબર પર કોલ કરવા માટે કહ્યું હતું અને તેણે સાઈલનો નંબર સમીર વાનખેડેને નામે સેવ કર્યો હતો. આ નિર્દેશ આપે છે કે સાઈલ પોતે ગોસાવી સાથે સંકળાયેલો હતો અને તેના દ્વારા સૂચના અનુસાર કામ કરતો હતો.એકંદરે સાઈલના આરોપો બોગસ હોવાનું જણાયું છે. તે એનસીબી અને વાનખેડેને બદનામ કરવા માટે વારંવાર બયાન બદલ્યા કરે છે. સાઈલ કોઈકને કહેવાથી આવું કરી રહ્યો છે. સાઈલે એવો દાવો કર્યો હતો કે અન્ય આરોપીઓને જમીન પર બેસવા માટે કહેવાયું હતું અને સાઈલને અલગ ખુરસી બેસવા માટે આપવામાં આવી હતી, જે પણ ખોટું છે. સાઈલે શૂટ કરેલો વિડિયો જ બતાવે છે કે બધા આરોપી એક જ જગ્યાએ આર્યનની સામે ખુરસી પર બેઠેલા હતા.સાઈલની એનસીબીની વિજિલન્સ ટીમે બે વાર અને એનસીબીની એસઆઈટીએ એક વાર પૂછપરછ કરી છે. મુંબઈ પોલીસે પણ પૂછપરછ કરી છે.

અન્ય સમાચારો પણ છે...