તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • False Charge Of Misconduct Against Sister's Brother, Acquitted In 2 Years, Conspiracy To Arrest At The Behest Of Lover

આખરે છુટકારો:બહેનનો ભાઈ પર દુષ્કર્મનો ખોટો આરોપ, 2 વર્ષે છુટ્યો, પ્રેમીના કહેવાથી ધરપકડનું કાવતરું ઘડ્યું હતું

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

બહેન સાથે દુષ્કર્મના આરોપમાં બે વર્ષથી જેલમાં સબડી રહેલા યુવાનનો આખરે છુટકારો થયો છે. બહેને પ્રેમના કહેવાથી ભાઈની ધરપકડ કરવા માટે કાવતરું ઘડ્યું હોવાનું કબૂલ કરતાં કોર્ટે નિર્દોષ ભાઈનો છુટકારો કર્યો છે. બે વર્ષ પૂર્વે સગીર બાળાએ પોતાના સગા ભાઈ પર વારંવાર દુષ્કર્મ કર્યાનો આરોપ કર્યો હતો. તેના આરોપની દખલ લઈને પોલીસે ભાઈને પોક્સો અંતર્ગત જેલમાં ધકેલી દીધો હતો, જેમાં તેને અનેક યાતનાઓ ભોગવવી પડી હતી.આખરે આ પ્રકરણની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. આ સુનાવણી દરમિયાન ભાઈની દયનીય સ્થિતિ જોયા પછી આખરે બહેન ભાંગી પડી હતી અને તેણે કોર્ટમાં પોતે ખોટો આરોપ કર્યો હતો એવું કબૂલ કર્યું હતું.

આ પછી કોર્ટે ભાઈનો નિર્દોષ છુટકારો કરી દીધો હતો.સગીરાને એક યુવાન સાથે પ્રેમ હતો. આ વાત તેના ભાઈને ખબર પડી ગઈ હતી. ભાઈ આ પ્રેમ પ્રકરણનો વિરોધ કરતો હતો. અનેક વાર ભાઈએ સમજાવી છતાં બહેન માનતી નહોતી. ભાઈ રોજ આ મુદ્દાને લઈ ધમકાવતો હોવાથી વાજ આવીને બહેને પોતાના પ્રેમ સાથે યોજના બનાવીને ભાઈ વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી હતી.2017માં સૌપ્રથમ વાર દુષ્કર્મ કર્યું હોવાનું તેણે કોર્ટમાં જણાવ્યું હતું. તેમની માતા રાતપાળીમાં નોકરી કરતી અને પિતા કામ નિમિત્તે બહાર ગયા હતા, જેનો લાભ લઈને ભાઈએ દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ કર્યો હતો.

આ પછી 2018માં ફરી એક વાર દુષ્કર્મ કર્યું હતું. તે સમયે માતા- પિતાને જાણ કરી હતી, એમ સગીરાએ પોલીસ અને કોર્ટમાં જણાવ્યું હતું. આ પછી પોલીસે તેના ભાઈની પોક્સો અંતર્ગત કાર્યવાહી કરીને ધરપકડ કરી હતી.તેનો ભાઈ બે વર્ષ જેલમાં સબડતો હતો. આખરે સગીરાએ કોર્ટમાં જણાવ્યું કે ભાઈ પરના બધા આરોપ ખોટા છે.

અન્ય સમાચારો પણ છે...