લોકડાઉન 4.0:પાંચ-પાંચ હજાર લઈને નકલી પાસ આપનારો ઝડપાયો, નામ અને ક્યુઆર કોડ બદલી કરી નાખતા અને પાંચ- પાંચ હજારમાં વેચતો

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં પણ ઠગો જાતજાતના નુસખા લડાવીને છેતરપિંડીનો રસ્તો શોધી કાઢતા હોય છે. ડોંગરી પાસે આવા જ એક ઠગ મનોજ રામુ હુંબેને ઝડપી લીધો છે, જે વર્તમાન સ્થિતિનો લાભ લેતાં ગરીબ શ્રમિકો પાસેથી પાંચ- પાંચ હજાર રૂપિયા લઈને તેઓ ચાહે તે રાજ્યમાં મોકલવાને નામે નકલી પાસ આપતો હતો.ડોંગરી પોલીસમાં ફરિયાદ આવી હતી કે આરોપીઓ શ્રમિકોને મુંબઈથી તેમના વતન જવા માટે ઈ-પાસની વ્યવસ્થા કરી આપે છે, જેની સામે પાંચ- પાંચ હજાર વસૂલ કરે છે. આવી કોઈ વ્યવસ્થા નહીં હોવાથી પોલીસે છટકું ગોઠવીને આરોપીને ચેમ્બુર ખાતેથી ઝડપી લીધો હતો. આરોપીની ઊલટતપાસ કરતાં તેણે કબૂલ કર્યું કે તેના મિત્રો પણ આ છેતરપિંડીમાં સંડોવાયેલા છે.આ ટોળકી મુંબઈ, નવી મુંબઈ અને પાલઘર જિલ્લા વહીવટી તંત્ર પાસેથી પોતાને નામે પ્રવાસના ઈ-પાસ કઢાવતા હતા. આ પછી તેમાં નામ અને ક્યુઆર કોડ બદલી કરી નાખતા અને પાંચ- પાંચ હજારમાં વેચતા હતા.

અન્ય સમાચારો પણ છે...