તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નકલી માર્ગશીટ - સર્ટિફિકેટ બનાવી આપનારો ઝડપાયો, રૂ. 5000થી 15,000માં માગો તે સર્ટિ.બનાવી આપતો

મુંબઈ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

મુંબઈ અને રાજ્યનાં વિવિધ સરકારી વિભાગીય મંડળો, યુનિવર્સિટીઓની બનાવી માર્કશીટ, સર્ટિફિકેટ અને વિવિધ કંપનીઓનું એક્સપીરિયન્સ સર્ટિફિકેટ રૂ. 5000થી રૂ. 15,000માં મેળવી આપનારા આરોપીને ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2એ ઝડપી લીધો છે. 42 વર્ષનો આરોપી ફારુક ગલ્લી, વાશી નાકા, ચેમ્બુરનો રહેવાસી છે. આરોપી માગો તે સર્ટિફિકેટ બનાવી આપે છે એવી માહિતી મળતાં પોલીસે એક ડમી થકી આરોપીનો સંપર્ક કર્યો હતો. આરોપી પાસે માગણી પ્રમાણે તેણે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન સંસ્થાના ડિપ્લોમા ઈન ઈલેક્ટિકલ એન્જિનિયરિંગની પ્રથમ વર્ષની માર્કશીટ, દ્વિતીય, તૃતીય વર્ષની માર્કશીટ અને સર્ટિફિકેટ રૂ. 10,000 લઈને બનાવી આપ્યાં.

આ પછી સિનિયર પીઆઈ રાજુ કસબેની ટીમે દરોડા પાડીને આરોપીને ઝડપી લીધો. આરોપીએ આ રીતે અનેક લોકોને સર્ટિફિકેટ બનાવી આપ્યા છે, જેને આધારે ઘણા વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ લીધો છે, જ્યારે ઘણા લોકોએ નોકરી મેળવી લીધી છે. આ બધાની તપાસ કરવામાં આવી રહી છે, એમ કસબેએ જણાવ્યું હતું.

આરોપી પાસેથી વિવિધ સરકારી વિભાગીય સક્ષણિક મંડળની નકલી માર્કશીટ અન સર્ટિફિકેટ અને વિવિધ કંપનીના અનુભવના સર્ટિફિકેટ હસ્તગત કરવામાં આવ્યાં છે. તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે અને તેણે આ રીતે કેટલા લોકોને બોગસ સર્ટિફિકેટ આપ્યાં છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો