તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોંકાવનારી કબૂલાત:ફડણવીસે કબૂલ્યું કે, અજિત પવાર સાથે સત્તાસ્થાપન મારી મોટી ભૂલ

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ સમર્થકોને પણ તે ગમ્યું નહોતું, જેથી મારી છબિ પણ ખરડાઈ

રાષ્ટ્રવાદીના નેતા અજિત પવાર સાથે સત્તા સ્થાપન કરવાના નિર્ણય પર વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે મોટું વિધાન કર્યું છે. અજિત પવાર સાથે સરકાર સ્થાપન કરી તેનો પશ્ચાતાપ થતો નથી, પરંતુ આવી સરકાર સ્થાપવી નહોતી જોઈએ. તે ભૂલ જ હતી. 100 ટકા કહું છું. તે ભૂલ હતી, પરંતુ તેનો પશ્ચાતાપ થતો નથી, એવી કબૂલાત દેવેન્દ્ર ફડણવીસે કરી છે. શિવસેના સાથે વાંકું પડ્યા પછી પરોઢિયે અજિત પવારને લઈને શપથવિધિ વિશે પહેલી જ વાર ફડણવીસે આ ચોંકાવનારી કબૂલાત કરી છે.

તે ભૂલ હતી, પરંતુ તમારી પીઠમાં ખંજર ભોંકવામાં આવે તે સમયે રાજકારણમાં તમારે જીવંત રહેવું પડે છે. આથી જીવંત રહેવા માટે જે કરવું પડે તે કરવું જ પડે, કારણ કે રાજકારણમાં તમારો અંત આવ્યો તો મને એવું લાગે છે કે તેને ઉત્તર આપી નહીં શકાય. આથી આપણી પીઠમાં ખંજર ભોંકવામાં આવે તો આપણે જડબાતોડ ઉત્તર આપવો જોઈએ એ ભાવનામાંથી.... જે ભાવનાઓ હતી... ઈમોશન હતા... ક્રોધ હતો... તે મિશ્રણ ભાવનામાંથી તે નિર્ણય લીધો હતો. તે તક આવી ત્યારે મેં તેનો ફાયદો લીધો, એમ તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું.

તે કર્યું નહીં હોત તો સારું થાત : અજિતદાદા સાથે જવાનો અમારો નિર્ણય અથવા અમારી ભૂમિકા અમારા સમર્થકોને ગમી નહીં. બાકી લોકોનું તો છોડો પણ ભાજપના સમર્થકોને પણ તે બિલકુલ ગમ્યું નહોતું. બલકે, અમારા સમર્થકોના મનમાં મારી તે છબિ હતી તેને મોટે પાયે ઘસરકો પહોંચ્યો છે એ હું માન્ય કરું છું. મને લાગે છે કે તે કર્યું નહીં હોત તો સારું થયું હોત. જોકે તે સમયે મને તે વધુ યોગ્ય લાગ્યું એ પણ કહેવા માગું છું, એમ તેમણે જણાવ્યું હતું.

શિવસેના -કોંગ્રેસ સાથે નહીં હોવાની ધારણા હતી
શિવસેનાની સત્તા સ્થાપના માટે રાષ્ટ્રવાદી સાથે ચર્ચા ચાલુ થઈ ત્યારે ત્રણ પક્ષની ચર્ચા ચાલુ છે. આ લોકો એકત્ર આવી શકે છે એવું અમને કહેવામાં આવતું હતું. તે સમયે રાષ્ટ્રવાદી અને શિવસેના એકત્ર આવશે એવું લાગતું હતું, પરંતુ કોંગ્રેસ અને શિવસેના એકત્ર આવશે એવું લાગ્યું નહોતું. કોંગ્રેસનો ઈતિહાસ જોતાં એવું લાગતું હતું. જોકે મારી ભૂલ થઈ. રાજકારણમાં પરિસ્થિતિ અમુક બાબતોને ઘડે છે. અમારું રાષ્ટ્રવાદી સાથે જવું જેટલું અનૈતિક હતું, તેટલી જ આ સરકાર પણ અનૈતિક છે. જોકે પરિસ્થિતિ બાબતોને ઘડતી હોય છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

સરકાર બનાવવાનો એજન્ડા નથી
અમે ક્યારેય શિવસેના સાથે જઈશું તો ક્યારેક રાષ્ટ્રવાદી સાથે જઈશું એવી ચર્ચા ચાલતી રહે છે. ક્યારેક શિવસેનાના લોકો અમારી પાસે આવશે તો ક્યારેય રાષ્ટ્રવાદીના લોકો અમારી પાસે આવશે એવી પણ ચર્ચા થતી રહે છે. આવી ચર્ચા ચાલુ હોય ત્યારે સારું લાગે છે. ચર્ચામાં રહેવું જોઈએ. જોકે હાલમાં અમારી કોઈની સાથે કોઈ પણ ચર્ચા ચાલુ નથી. આવો કોઈ પણ એજન્ડ નથી. સરકાર બનાવવાની પણ કોઈ હિલચાલ નથી, એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...