તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:4000 સ્કવેર મીટર સુધીના વિકાસ માટે સુવિધા ભૂખંડ આપવો નહિ પડે

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યના મુખ્ય શહેરોમાં ગગનચુંબી ઈમારતો બાંધવાનો માર્ગ ખુલ્લો થયો
 • નાના શહેરોમાં ઈમારતોની ઉંચાઈ પર 70 મીટર, ગ્રામપંચાયતની હદમાં 50 મીટરની મર્યાદા

મુંબઈ છોડીને રાજ્યના અન્ય મુખ્ય શહેરોમાં ઈમારતોની ઉંચાઈ પરની બંધી એકાત્મિક વિકાસ નિયંત્રણ નિયમાવલીમાંથી (યુડીપીસીઆર) કાઢી નાખવામાં આવી છે. અગ્નિસુરક્ષાના નિયમોનું પૂર્તી થતી હશે તો કેટલી પણ ઉંચી ઈમારત બાંધવાની પરવાનગી મળશે.

નાના શહેરોમાં જો કે ઈમારતોની ઉંચાઈ પર 70 મીટર અને ગ્રામપંચાયતની હદમાં 50 મીટરની મર્યાદા રહેશે. ગગનચુંબી ઈમારતોને પરવાનગી આપતી વિવાદાસ્પદ હાઈરાઈઝ કમિટીનું અસ્તિત્ત્વ નવા નિયમને લીધે ખતમ થશે. આગામી અઠવાડિયે નવા ડીસીઆરનું નોટિફિકેશન જાહેર થશે જેમાં આ જોગવાઈ છે. તેથી રાજ્યના શહેરોમાં વિદેશના મહાનગરો અને મુંબઈની જેમ આઈકોનિક ટાવરો ઊભા કરવા શક્ય થશે. બધા જ મુખ્ય શહેરોમાં જમીનની ઉપલબ્ધતા ઓછી હોવાથી વધતી લોકસંખ્યા માટે જરૂરી ઘર ઓછા પડી રહ્યા છે. તેથી ઓછી જગ્યામાં વધુ બાંધકામ કરવું હશે તો ઉંચી ઈમારતોને પરવાનગી આપવાનું ધોરણ સ્વીકાર્યા વિના છૂટકો નથી. એના લીધે અન્ય સુવિધાઓ માટે ખુલ્લી જગ્યા મળશે એમ નગરવિકાસ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું. ઈમારતની ઉંચાઈ વધે એમ ખર્ચમાં વધારો થાય છે. તેથી બધા જ ડેવલપરો માટે એક મર્યાદાથી પેલે પાર ગગનચુંબી ઈમારતો ઊભી કરવી શક્ય નથી. જો કે કેટલાક મોટા ડેવલપરો આ કામ કરી શકશે. ડેવલપરોની આડે આવતી હાઈરાઈઝ કમિટી રદ થવાથી ડેવલપરોને રાહત મળશે.

સુવિધા ભૂખંડમાં સુસૂત્રતા
ઈમારતના વિકાસને પરવાનગી આપતા એના વળતરમાં સુવિધા ભૂખંડ વિકાસકામો માટે મહાપાલિકા દ્વારા તાબામાં લેવામાં આવે છે. એના માટે દરેક મહાપાલિકાના ધોરણ જુદા હતા. એમાં સુસૂત્રતા લાવવામાં આવી છે. 4000 સ્કવેર મીટર સુધીના વિકાસ માટે સુવિધા ભૂખંડ આપવો પડશે નહીં. 7000 સ્કવેર મીટર સુધી 5 ટકા, 10,000 સ્કવેર મીટર સુધી 7 ટકા ભૂખંડની મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે.

અનામતનો વિકાસ સહેલો
સરકારે એકોમોડેશન રિઝર્વનું ધોરણ નવા ડીસીઆરમાં હળવું કર્યું. અનામતમાંથી 40 ટકા જમીન પર બાંધકામની પરવાનગી આપતા બાકીની જગ્યા પર એ ડેવલપર તરફથી જ અનામતનો વિકાસ કરવાનું ધોરણ અમલમાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો