તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી પહેલ:ITના ફેસલેસ E- એસેસમેન્ટ્સ આગામી મહિનાથી શરૂ થશે

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આવકવેરા દાતાઓની સતામણી અને ભ્રષ્ટાચાર રોકવા માટે નવી પહેલ

આવકવેરા દાતાઓની સતામણી અને ભ્રષ્ટાચાર રોકવા માટે સપ્ટેમ્બરના મધ્યથી ફેસલેસ ઈ-એસેસમેન્ટ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. હાલમાં 600 અધિકારી સહિત 3130 કર કર્મચારીઓ આ પ્રણાલીનો અમલ કરવા માટે વ્યક્ત છે. ફેસલેસ એસેસમેન્ટ માટે 58,319 કેસ ચૂંટવામાં આવ્યા હતા, જેમાંથી 8700નો નિકાલ લાવવામાં આવ્યો છે.2019માં નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા પારદર્શક કર વહીવટ માટે મોટું પગલું લેતાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.

મોટી કંપની કરદાતાઓના કેસનો આમાં સમાવેશ થાય
ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માનવબળ, હાર્ડવેર અને સોફ્ટવેરની સમસ્યાઓને પહોંચી વળ્યા પછી જુલાઈથી અમે આ કામને યુદ્ધને ધોરણે શરૂ કર્યું છે, જે સપ્ટેમ્બરના મધ્યમાં પૂરી કરવાનું લક્ષ્ય રાખ્યું છે, એમ ઈન્કમ ટેક્સના પ્રિન્સિપાલ ચીફ કમિશનર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના મેમ્બર એસ કે ગુપ્તાએ જણાવ્યું હતું. આકલન અધિકારી અને કરદાતા વચ્ચે રૂબરૂ સંપર્ક ટાળવા માટે ઓક્ટોબર 2019માં ફેસલેસ ઈ-એસેસમેન્ટ યોજના રજૂ કરવામાં આવી હતી. મુંબઈ, દિલ્હી, કોલકતા, ચેન્નાઈ, બેન્ગલોર, હૈદરાબાદ, અમદાવાદ, પુણેને તેમાં આવરી લેવાયા છે. વ્યક્તિગત, વેપારો, એમએસએમઈ અને મોટી કંપની કરદાતાઓના કેસનો આમાં સમાવેશ થાય છે.

કઈ રીતે કામ કરે છે
દિલ્હીમાં નેશનલ ઈ-એસેસમેન્ટ સેન્ટર કરદાતા અને આકલન કરતાં બધાં યુનિટ્સ માટે સંપર્કનું એકસમાન સ્થળ રહેશે. હવે એનઈસી કરદાતાને કલમ 143 (2) હેઠળ નોટિસ જારી કરશે, જે પ્રાપ્ત થતાં 15 દિવસમાં પ્રતિસાદ આપવાનો રહેશે. નોટિસ જારી કરવા પર એનઈસી સ્વયંચાલિત ફાળવણી પ્રણાલી થકી કોઈ પણ આકલન યુનિટને કેસ આપી શકે છે, જેને લીધે નનામીપણાની ખાતરી રહે છે.પારંપરિક પ્રણાલીમાં કરદાતા અને અધિકારી વચ્ચે ભરપૂર અંગત આદાનપ્રદાન કરવાની આવશ્યકતા રહેતી હતી, જેને લીધે સતામણી અને ભ્રષ્ટાચારની ફરિયાદો પણ થતી હતી. જોકે હવે નવી યોજનાથી પ્રણાલી પારદર્શક બનીને આવી ફરિયાદો બંધ થશે, એમ ગુપ્તાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...