તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
2015માં 200 કિલો હેરોઈન નામે માદક પદાર્થની બોટમાં દાણચોરી કરતાં ગુજરાતના દરિયાકાંઠે ભારતીય તટરક્ષક દળ દ્વારા પકડવામાં આવેલા આઠ પાકિસ્તાની નાગરિકોએ પ્રત્યાર્પણ માટે કરેલી અરજી વિશેષ કોર્ટે નકારી કાઢી હતી. આરોપીઓ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટેન્સીસ (એનડીપીએસ) ધારા હેઠળ ખટલો ચલાવવામાં આવી રહ્યો છે. આ કેસમાં મુંબઈની કોર્ટમાં ચલાવવા માટે કોઈ પ્રાદેશિક ન્યાયસીમા નથી એવું કહીને આરોપીઓએ પાકિસ્તાનના કરાચીમાં તેમનું પ્રત્યાર્પણ કરવા અરજી કરી હતી.
આરોપીઓને રૂ. 6.96 કરોડના 232 કિલો હેરોઈન સાથે પકડી પાડવામાં આવ્યા હતા, જે પછી વધુ તપાસ માટે મુંબઈના યેલોગેટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે આરોપીઓ કહેવાતી રીતે બોટમાં હેરોઈન લઈ જતા હતા ત્યારે આંતરરાષ્ટ્રીય જળમાં તેમને અટકાયતમાં લેવાયા હતા. આ સ્થળ ભારતની ન્યાયસીમાની પ્રાદેશિક મર્યાદાની બહાર છે.આરોપીઓને સૌપ્રથમ ગુજરાતના પોરબંદરમાં 2015માં કોર્ટમાં હાજર કરાયા ત્યારે ભારતીય કોર્ટે એવું નિરીક્ષણ કર્યું હતું કે ભારતની પ્રાદેશિક સીમાની બહાર વિદેશી વહાણ પર વિદેશી નાગરિકો દ્વારા આચરવામાં આવેલા કથિત ગુનામાં કેસ ચલાવવા ભારતીય કોર્ટ કોઈ પ્રાદેશિક ન્યાયસીમા ધરાવતી નથી.
ભારતનો ખાસ ઈકોનોમિક ઝોન
આથી જો ખટલો વધુ ચલાવવો હોય તો આ કોર્ટની ન્યાયસીમા નહીં હોવાથી તે શક્ય નથી. જોકે ફરિયાદ પક્ષે પ્રત્યાર્પણ અરજીનો જોરદાર વિરોધ કરતાં જણાવ્યું કે દરિયાઈ ધારા 1976 અનુસાર ભારતની કોર્ટ દ્વારા ચલાવવામાં આવી રહેલી આ કાર્યવાહી યોગ્ય જ છે. કાયદા અનુસાર ભારતનો ખાસ ઈકોનોમિક ઝોન છે, જે પ્રાદેશિક જળની પાર અને બાજુનો વિસ્તાર છે અને આવા ઝોનની મર્યાદા 200 સમુદ્રિ માઈલ સુધી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.