ઝુંબેશ:FDAની હલકી ગુણવત્તાનું મધ વેચનાર પર વ્યાપક કાર્યવાહી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નામાંકિત બ્રાન્ડ્સના 86માંથી 52 નમૂનામાં મધ હલકી ગુણવત્તાનું જણાયું

અનેક મોટી કંપનીઓ તરફથી હલકા દરજ્જાનું મધ વેચીને ગ્રાહકોની છેતરપિંડી કરવામાં આવી રહી હોવાનું અન્ન અને ઔષધ પ્રશાસનની કાર્યવાહીમાંથી સ્પષ્ટ થયું છે. એફડીએએ તાજેતરમાં એક વિશેષ ઝુંબેશ શરૂ કરીને રાજ્યમાં લીધેલા મધના 86 નમૂનાઓમાંથી 52 નમૂના હલકા દરજ્જાના હોવાનું તપાસ અહેવાલમાં સ્પષ્ટ થયું છે. આ કંપનીઓના મધમાં સાકરનું પ્રમાણ મળી આવતા તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એમ એફડીએ તરફથી જણાવવામાં આવ્યું હતું.

થોડા મહિના પહેલાં એફડીએએ મધની ગુણવત્તા તપાસવા એક વિશેષ ઝુંબેશ શરૂ કરી હતી. આ ઝુંબેશ અંતર્ગત રાજ્યના ઉત્પાદકો, વિક્રેતાઓ અને વિતરકો પાસેના મધનું પરીક્ષણ કરતા તપાસ માટે 86 નમૂના તાબામાં લીધા હતા. ત્રણ ઠેકાણે મધ બાબતે શંકા હોવાથી 3480.25 કિલો મધ જપ્ત કરવામાં આવ્યું. એની કિંમત રૂ. 36,19,319 છે. 86 નમૂનાઓનો અહેવાલ મળ્યો છે જેમાં 52 નમૂના હલકા દરજ્જાના હોવાનું સ્પષ્ટ થયું છે એવી માહિતી એફડીએએ આપી હતી.

ભેળસેળયુક્ત મધ આરોગવું હાનીકારક
ભેળસેળયુક્ત મધ આરોગવું તબિયત માટે હાનીકારક અને ઘાતક બની શકે છે. એમાં ડાયાબિટીસના દર્દીઓ પર દુષ્પરિણામ થઈ શકે છે. તેથી મધમાં ભેળસેળ કરતી કંપનીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી એફડીએના મુંબઈના સહઆયુક્ત (અન્ન) શશીકાંત કેકરેએ આપી હતી. દરમિયાન મધ ખરીદતા સમયે ધ્યાન રાખવું અને વિક્રેતા પાસેથી બિલ લેવું એવી હાકલ તેમણે કરી છે.

અન્ય સમાચારો પણ છે...