તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:મલાડ દુર્ઘટનાનો અહેવાલ સુપરત કરવા મુદત વધારો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહત્ત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવાની હોવાથી તપાસ સમિતિની માગણી

આઠ બાળક સહિત 12 રહેવાસીઓનો ભોગ લેનાર મલાડના માલવણી સ્થિત અનધિકૃત મકાન દુર્ઘટનામાં પ્રાથમિક તપાસનો અહેવાલ સુપરત કરવા માટે મુંબઈ હાઈ કોર્ટે ગુરુવારે મુદતવધારો આપ્યો હતો. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે આદેશ આપ્યો હતો.

આ બાબતમાં મહત્ત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવાની બાકી હોવાથી અહેવાલ સુપરત કરવા માટે 28મી જૂન સુધી મુદતવધારો મળે એવી માગણી તપાસ સમિતિના કમિશનર જસ્ટિસ (નિવૃત્ત) જે પી દેવધવે વિનંતી કરી હતી.દેવધરની વિનંતી માન્ય કરીને ખંડપીઠે હવે આ પ્રકરણની સુનાવણી 29 જૂન પર મોકૂફ રાખી છે. 11 જૂન, 2021ના રોજ કોર્ટે મલાડ મકાન દુર્ઘટનામાં ન્યાયાલયીન તપાસનો આદેશ આપ્યો હતો. તે સમયે 24 જૂન સુધી તપાસનો અહેવાલ સુપરત કરવા માટે જણાવ્યું હતું.

ન્યાયાલયીન તપાસનો આદેશ આપતી વખતે ખંડપીઠે જણાવ્યું હતું કે 38 રહેવાસીઓનો ભોગ લેનારી ભિવંડીની ઈમારત દુર્ઘટના સપ્ટેમ્બર 2020માં બન્યા પછી હાઈ કોર્ટે આપમેળે આ પ્રકરણને જાહેર હિત અરજીમાં ફેરવી દીધું હતું અને તે સંબંધમાં અનેક આદેશો આપવામાં આવ્યા છે છતાં ભવિષ્યમાં ઈમારત દુર્ઘટનાઓ રોકવા માટે મહાપાલિકા પ્રશાસન દ્વારા કોઈ જ હકારાત્મક પગલાં લેવાતાં નથી એવી નોંધ કરીને ખંડપીઠે ઠપકો આપ્યો હતો.15 મેથી 10 જૂન દરમિયાન ચાર મકાન દુર્ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં છેલ્લે બે દુર્ઘટનાઓ બાંદરા પૂર્વ અને મલાડમાં નોંધાઈ હતી. આખરે આ શું ચાલી રહ્યું છે, હજુ કેટલા લોકોના જીવ આ રીતે જશે, એમ ચીફ જસ્ટિસે પૂછ્યું હતું.

તપાસમાં શું સમાવિષ્ટ છે
તપાસના સંદર્ભની દષ્ટિએ મકાનનું નિર્માણ કરનાર માલિક કે જવાબદાર વ્યક્તિએ યોગ્ય નિયોજન પ્રશાસન પાસેથી કે કોઈ અન્ય સક્ષમ પ્રશાસન પાસેથી નિર્માણ પીર્વે મંજૂર પ્લાન પ્રાપ્ત કર્યો હતો કે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે પગલાં લેવાયાં હતાં કે નહીં તે તપાસવામાં આવશે. ઉપરાંત આમાં કોની જવાબદારી નિશ્ચિત કરી શકાશે, કાનૂની રીતે કોણ જવાબદાર છે, વિસ્તારમાં કોણે અનધિકૃત માળખાંનું ધ્યાન રાખવાનું છે, આ વિસ્તારમાં કેટલાં અન્ય મકાન કે માળખાંઓ અનધિકૃત કે ગેરકાનૂની છે એ સમિતિ તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...