તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:ફડણવીસના પત્ર પર રાષ્ટ્રવાદીના નેતાની સભ્યપદ પરથી હકાલપટ્ટી

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુનાહિત પાર્શ્વભૂ છતાં રાજ્ય પોલીસ તકરાર પ્રાધિકરણ પર નિયુક્તિ થઈ હતી

રાજ્ય પોલીસ તકરાર પ્રાધિકરણ પર નિયમોને નેવે મૂકીને અને ગુનાખોરી પાર્શ્વભૂની વ્યક્તિની નિયુક્તિ કરવા સામે વિધાનસભાના વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે વાંધો લીધો હતો. આ બાબતનો પત્ર તેમણે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને મોકલ્યો હતો. આ નેતા રાષ્ટ્રવાદી કોંગ્રેસનો રાજકુમાર ઢાકણે છે. ફડણવીસના પત્ર પછી હવે રાજ્ય પોલીસ તકરાર પ્રાધિકરણ પરથી તેની હકાલપટ્ટી કરવામાં આવી છે. ગૃહ વિભાગે આ અંગેનો આદેશ જારી કર્યો છે.રાજ્યના પોલીસ પ્રમુખ સંજયપાંડેએ સરકારને ઢાકણે બાબતનો રિપોર્ટ સોંપ્યો હતો.

તેમાં ઢાકણે વિરુદ્ધ ગંભીર ગુનાની નોંધ હોવાનો ઉલ્લેખ છે. આથી તુરંત ઢાકણેની પ્રાધિકરણના સભ્યપદ પરથી હકાલપટ્ટી કરવાનો નિર્ણય લેવાયો છે. 14 જુલાઈ, 2020ના રોજ ગૃહવિભાગે આદેશ જારી કરીને ઢાકણેની પ્રાધિકરણના સભ્ય તરીકે નિયુક્તિ કરી હતી. મહારાષ્ટ્ર પોલીસના કાયદા અંતર્ગત આ નિયુક્તિ કરવામાં આવી હતી.આ પછી ફડણવીસે વાંધો ઉઠાવીને તપાસની માગણી કરી હતી. ઉપરાંત ઠાકરેને પત્ર લખ્યો હતો. આ પછી તપાસનો આદેશ અપાયો હતો. તે પછી પાંડેએ તપાસ કરી હતી. 2015માં ઢાકણે સામે હત્યાનો ગુનો પુણેના કોરેગાવ પોલીસ સ્ટેશનમાં નોંધ હોવાનું બહાર આવ્યું હતું.

ઉપરાંત પોલીસને હાથતાળી આપીને ભાગી જવાનો પણ આરોપ છે, જેને આધારે તેની હકાલપટ્ટી કરવામાં આવી છે.પ્રાધિકરણ શું કામ કરે છે : પોલીસ વિરુદ્ધ ફરિયાદોનો ઉકેલ લાવવા માટે રાજ્યમાં પોલીસ તકરાર પ્રાધિકરણની રચના કરવામાં આવી છે. તેને સેશન્સ કોર્ટ જેવા અધિકાર છે. આખા રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થા સંભાળનારા પોલીસ વિરુદ્ધ ફરિયાદનો ઉકેલ લાવવા માટે આ પ્રાધિકરણમાં નિયુક્તિઓ બહુ જ કાળજીપૂર્વક કરવાની હોય છે.

જોકે ગુનાહિત પાર્શ્વભૂ ધરાવતી વ્યક્તિની નિયુક્તિ થતી હોય તો બહુ ગંભીર અને પોલીસનું મનોબળ ભાંગી નાખનારું નીવડી શકે છે.આ પદ માટે આશરે રૂ. 3 લાખનું વેતન છે. ગૃહ મંત્રાલયે વિશેષ અધિકારનો ઉપયોગ કરીને ઢાકણેની નિયુક્તિ કરી હતી. આ નિયુક્તિ તપાસ વિના કઈ રીતે કરાઈ એવો પ્રશ્ન ફડણવીસે ઉઠાવ્યો હતો.

ઢાકણે કોણ છે
ઢાકણે રાષ્ટ્રવાદીની વિદ્યાર્થી કોંગ્રેસથી પક્ષ સંગઠનમાં કાર્યરત છે. છેલ્લાં 17 વર્ષ તે રાજકારણમાં છે. તે વેપારી પણ છે. પુણે શહેરના યેરવડા, ગાંધીનગર, ફુલેનગર, શાસ્ત્રીનગર, જયપ્રકાશ નગર વિસ્તારમાં તેનું વર્ચસ છે.

અન્ય સમાચારો પણ છે...