તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:કેકમાં ડ્રગ મિશ્રણ કરીને સેવન કરવાની યુવા પેઢીની નવી પદ્ધતિનો પર્દાફાશ

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મલાડના ઓર્લેમની ખાતે માદક પદાર્થયુક્ત કેક બનાવતી બેકરી પર દરોડા, એક મહિલા સહિત ત્રણ જણની ધરપકડ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈ એકમ દ્વારા મલાડ પશ્ચિમના ઓર્લેમ ખાતે બેકરીમાં દરોડા પાડીને માદક પદાર્થ યુક્ત કેક વેચવા સંબંધે એક મહિલા સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં ડ્રગનો પુરવઠો કરનાર તસ્કરનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને યુવા પેઢી દ્વારા ડ્રગ સેવા માટે આ નવો અખતરો અપનાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. ભારતમાં આ પ્રકારની કેક પકડાવાનો આ પ્રથમ જ કેસ છે.

વિશ્વસનીય માહિતીને આધારે એનસીબીના મુંબઈ એકમ પ્રમુખ સમીર વાનખેડેની આગેવાનીમાં ટીમે શનિવારે મધરાત્રે બેકરી પર દરોડા પાડ્યા હતા. તેમાં બ્રાઉની કેકમાં માદક પદાર્થ મિશ્રણ કરીને વેચવામાં આવતું હતું એવું બહાર આવ્યું હતું. દરોડામાં કુલ 830 ગ્રામ એડિબલ વીડ પોટ બ્રાઉની (તેને એડિબલ કેનાબિસ તરીકે પણ ઓળખવામાં આવે છે) અને 160 ગ્રામ મારિજુઆના નામે માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યા છે.

બેકરીમાં દરોડા પાડીને નંબર બ્રાઉની કેક, 830 ગ્રામ એડિબલ વીડ પોટ બ્રાઉની અથવા એડિબલ કેનાબિસ અને 35 ગ્રામ મારિજુઆના જપ્ત કરવામાં આવ્યા હતા. આ સંબંધે એલ્સ્ટન ઉર્ફે ફરનાન્ડીસ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછને પગલે બાંદરાના જગત ચૌરસિયાની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 125 ગ્રામ મારિજુઆના મળી આવ્યું હતું. ચૌરસિયા ડ્રગનો મુખ્ય સપ્લાયર છે, એમ વાનખેડેએ જણાવ્યું હતું.

બેકરીમાં આ માદક પદાર્થ મિશ્રિત ખાસ કેક આરોપીઓ નંગ દીઠ રૂ. 400થી રૂ. 1000માં વેચતા હતા. બ્રાઉની વીડ પોટ કેક્સ થકી માદક પદાર્થનું સેવન કરવાનો યુવા પેઢીમાં આ નવો પ્રવાહ જોવા મળ્યો છે. આ કેકમાં જરૂર અનુસાર માદક પદાર્થ મિશ્રણ કરીને પછી બેક કરવામાં આવે છે. કેક બેક કરવ માટે એડિબલ વીડ (ખાદ્ય નિંદણ) ઉપયોગ કરવામાં આવતું હોય તેવા ભારતમાં આ પ્રથમ કેસ છે. આમ, અમે બ્રાઉની કેસ બેક કરવાની આ પદ્ધતિનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓની પૂછપરછ ચાલુ છે, એમ તેમણે જણાવ્યું હતું.

એડિબલ કેનાબિસ શું છે
એડિબલ કેનાબિસ કે એડિબલ વીડ પોટ બ્રાઉની ખાદ્યપદાર્થ છે, જે ઘરમાં બનાવાય છે અથવા વ્યાવસાયિક રીતે ઉત્પાદન કરવામાં આવે છે. તેમાં સક્રિય સામગ્રી તરીકે કેનાબિસ (માદક પદાર્થ)નો અર્ક હોય છે. એડિબલ વીડ પોટ્સ એ કેનાબિસ સેવન કરવાની રીત છે. કેનાબિસ ધૂમ્રપાન થકી પણ સેવન કરાયછે, પરંતુ કેકમાં મિશ્રિત કરીને પીવાથી નશો વધુ સમય રહે છે. કોઈ પણ ખાદ્યમાં બટર, તેલ, દૂધ કે કોઈ પણ ફેટી પદાર્થ હોય તેને ખાદ્યમાં ફેરવી શકાય છે. કેનાબિસ મિશ્રિત કરેલાં ખાદ્યોમાં બેક કરેલી વસ્તુઓ, કેન્ડી, પોટેટો ચિપ્સ વગેરેનો સમાવેશ થાય છે. બેક કરેલી વસ્તુઓ અને માદક પદાર્થ મિશ્રિત કરીને મિશ્રિત કરેલી વસ્તુઓ વચ્ચે નજરે ફરક ભાગ્યે જ જોઈ શકાય છે. માદક પદાર્થ મિશ્રિત વસ્તુ સહેજ લીલી છાંટ ધરાવે છે અને તેમાંથી મોટે ભાગે કેનાબિસની ગંધ આવે છે, એમ વાનખેડેએ સમજાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...