માનસિક આરોગ્ય માટે જાગૃતિ:ગ્રામીણ માનસિક આરોગ્ય માટે સંવેદના પ્રકલ્પનો પ્રયોગ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એમપાવર સાથે સહયોગમાં જાલનાથી પ્રયોગ શરૂ

ગ્રામીણ વિસ્તારમાં માનસિક આરોગ્ય પર વધુ ધ્યાન આપવું તે સમયની જરૂર હોઈ આરોગ્ય વિભાગે જિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત માનસિક આરોગ્યની સમસ્યા પર ઉપચાર સાથે જાગૃતિ પર ભાર આપવામાં આવશે. આ માટે એમપાવર સંસ્થાના સહયોગમાં જાલના જિલ્લામાં પ્રાયોગિક ધોરણે પ્રકલ્પનો અમલ કરવામાં આવી રહ્યો છે, એમ આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે જણાવ્યું હતું.

જાલના જિલ્લાના ઘનસાવંગી તાલુકામાં એમપાવર નામે માનસિક આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા થકી ગ્રામીણ માનસિક આરોગ્યના ક્ષેત્રમાં જાગૃતિ, પ્રશિક્ષણ અને ઉપચાર માટે પ્રાયોગિક ધોરણે સંવેદના નામે પ્રકલ્પનો અમલ કરાશે. તેનો શુભારંભ સોમવારે કરાયો. વર્ચ્ચુઅલ માધ્યમથી યોજાયેલા કાર્યક્રમમાં એમપાવરનાં અધ્યક્ષા નીરજા બિરલા, આરોગ્ય સંચાલિકા ડો. સાધના તાયડે, સહસંચાલિકા ડો. પદ્મજા જોગેવાર, જાલના જિલ્લા શલ્ય ચિકિત્સક ડો. અર્ચના ભોસલે, એમપાવરનાં ડો. અપર્ણા મેથીલ હાજર હતાં.

ટોપેએ જણાવ્યું કે બદલાતી જીવનશૈલી, સ્પર્ધાત્મક યુગને લીધે માનસિક આરોગ્યની સમસ્યા સતાવી રહી છે. કોરોનાને લીધે માનસિક આરોગ્ય મોટો પડકાર બન્યું છે. શહેરી વિસ્તારોમાં માનસિક બીમારી બાબતે થોડી જાગૃતિ છે. જોકે ગ્રામીણ વિસ્તારોમાં તે વિશે વધુ જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવાનું આવશ્યક છે. આરોગ્ય વિભાગ થકી રાજ્યના 34 જિલ્લાઓમાંજિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ અમલ કરવામાં આવશે. તેને મજબૂત કરવા એમપાવર મદદ કરશે.

અન્ય સમાચારો પણ છે...