ભાસ્કર વિશેષ:ભાભા અણુ કેન્દ્રમાં કચરાના ખાતરમાં રૂપાંતરનો પ્રયોગ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનવી માટે સુરક્ષિત આ ખાતર દેશનાં શહેરોને સ્વચ્છ રાખવાની દિશામાં મોટું પગલું

વૃદ્ધિ પામતાં શહેરોની મુખ્ય સમસ્યા કચરોનું વ્યવસ્થાપન છે. આ સમસ્યાનું નિરાકરણ મુંબઈના ભાભા અણુસંશોધન કેન્દ્ર (બીએઆરસી)એ શોધી કાઢ્યું છે. તેની ટેકનોલોજી કોબાલ્ટ 60નાં ગામા કિરણો ગંદા પાણીની પાઈપલાઈનમાંથી નીકળતા કચરાનું ખાતરમાં રૂપાંતર કરશે. આ ખાતરનો વપરાશ ખેતીની આવક વધારવા માટે થશે. રાવતભાટા સ્થિત રેડિયેશન અને આઈસોટોપ ટેકનોલોજી બોર્ડે (બ્રિટ) આ માટે ગામા સોર્સ બનાવ્યો છે. અમદાવાદમાં પ્રયોગ સફળ થયોછે. ટૂંક સમયમાં જ ઈન્દોરમાં પણ તેનું પરીક્ષણ થશે.રાવતભાટાથી 13 જાન્યુઆરીના રોજ આ માટે કોબાલ્ટ 60નો સોર્સ મોકલવામાં આવશે.

બ્રિટ મુંબઈના અધિકારીઓએ જણાવ્યું કે કોબાલ્ટ 60 સોર્સ કેન્સરના ઉપચાર સાથે અન્ય કામોમાં પણ ઉપયોગી નીવડી રહ્યો છે. હવે સ્વચ્છતામાં પણ કામ આવશે. ભાભા અણુસંશોધન કેન્દ્ર અને બ્રિટના સંયુક્ત પ્રયાસથી તૈયાર કોબાલ્ટ 60 ગામા સ્રોતના માધ્યમથી સૂકો સીવેજ કચરો સ્વચ્છ કરવામાં આવે છે. તે સૂકવીને ગામા કિરણો દ્વારા જીવાણુ નષ્ટ કરીને ખાતરમાં રૂપાંતરિત કરે છે. આ માનવી માટે પણ સુરક્ષિત છે. અમદાવાદ મહાપાલિકાએ 100 ટન ક્ષમતાનં યંત્ર સ્થાપ્યું છે.

રાવતભાટાના કોબાલ્ટની સુવિધાના પ્રમુખ સઈદ અન્વરે જણાવ્યું કે ગંદા પાણીની પ્રક્રિયા માટે હવે કોબાલ્ટ સોર્સ રેડિયો આઈસોટોપ આપવામાં આવશે.શું છે કોલાબ્ટ 60 : કોલાબ્ટ 60 કોબાલ્ટનું એક આયસોટોપ છે. કેન્સરના ઉપચારથી ઔદ્યોગિક રેડિયોગ્રાફી સુધી તેનો ઉપયોગ થાય છે. ઔદ્યોગિક રેડિયોગ્રાફીમાં આ ઈમારતના પ્લાનની ઓછપની શોધ લગાવે છે. ઉપરાંત આરોગ્ય ઉપકરણોની સ્વચ્છતા, મેડિકલ રેડિયોથેરપી, લેબના કિરણોત્સર્ગી સ્રોત, સ્મોક ડિટેક્ટર, રેડિયો એક્ટિવ ટ્રેસર્સ, અન્ન અને રક્ત વિકિરણમાં પણ ઉપયોગ થાય છે.

રોબો થકી કોલાબ્ટ 60
રોબોના માધ્યમથી કોબાલ્ટ 60 જમા કરવામાં આવે છે. અણુભઠ્ઠીઓને નિયંત્રિત કરવા માટે નિયંત્રણ સ્ટિક્સ હોય છે. તેમાં કોબાલ્ટ 59મી સ્ટિક્સ લગાવવામં આવે છે. નિયંત્રણ દરમિયાન એક ન્યુટ્રોન રોડ ગ્રહણ કરે છે અને કોબાલ્ટ 60નો સોર્સ થાય છે. આ પછી સુરક્ષિત પ્રોસેસિંગમાં રોબો અને આધુનિક મશીન્સ દ્વારા જમા કરાય છે. તેનું વિશેષ પેકિંગ કરીને કેન્સર હોસ્પિટલમાં અને ફૂડ પ્રિઝર્વેશન માટે મોકલવામાં આવે છે.

પીએમએએ પણ પ્રચાર-પ્રસાર માટે કહ્યું
અમદાવાદમાં પ્રકલ્પ સફળ થયા પછી ઈન્દોર મહાપાલિકાએ પણ આગેવાની લીધી હોઈ પ્રકલ્પ પૂરો કર્યો છે. હાલમાં રાવતભાટાથી કોબાલ્ટ સોર્સ જતાં જ કચરો વ્યવસ્થાપન શરૂ થશે. આ માટે ત્યાં તૈયારીચાલી રહી છે. આ ટેકનોલોજી સુવિધાજનક હોવાથી સિદ્ધ થયા પછી વડા પ્રધાન કાર્યાલયે પણ તેના પ્રચાર- પ્રસારના નિર્દેશ આપ્યા છે. રાજ્યસભામાં તેની પર ચર્ચા પણ થઈ હતી. આ પછી તે ટેકનોલોજી બધાં મોટાં શહેરો અને ગંદા પાણીની પ્રણાલીના કચરાની સમસ્યાથી ત્રસ્ત નાનાં શહેરોને પણ વાપરવાની સલાહ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...