તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મુંબઈ પાલિકાનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે ખર્ચ

મુંબઈ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2019માં આ કામ માટે 6 કરોડનો કોન્ટ્રેક્ટ અપાયો છે

મહાપાલિકાના વિવિધ વિકાસકામોની માહિતી ઉપલબ્ધ કરી આપવા તેમ જ મુંબઈગરાઓની ફરિયાદો સંબંધિત વિભાગમાં મોકલવા પ્રશાસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરૂ કર્યું છે. આ કામ માટે 2019માં ત્રણ વર્ષ માટે લગભગ 6 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. એ પછી હવે વધુ 1 કરોડ 30 લાખ રૂપિયાનો કોન્ટ્રેક્ટ આપવામાં આવશે. એના માટે મહાપાલિકાએ ટેંડર મગાવ્યા છે.

મહાપાલિકાના વિકાસકામોની માહિતી ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ મારફત મુંબઈગરાઓને આપવા માટે મહાપાલિકાએ થોડા વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. એમાં ટ્વિટર હેન્ડલ અને એમસીજીએમ24બાય7 મોબાઈલ એપ ડેવલપ કર્યું. ઉપરાંત એક ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો. દરેક વોર્ડ માટે સ્વતંત્ર ટ્વિટર હેન્ડલ શરૂ કરવામાં આવ્યું. મુખ્ય ખાતાઓના પણ ટ્વિટર હેન્ડલ છે. એના દ્વારા વિવિધ વોર્ડ કાર્યાલયોની માહિતી, કાર્યક્રમોની માહિતી નાગરિકોને ઉપલબ્ધ કરી આપવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું. જો કે ગયા વર્ષે ટ્વિટર હેન્ડલ પર કોરોના સિવાય અન્ય કોઈ માહિતી આપવામાં આવી નહોતી.

આ સેવા પહેલાંથી છે ત્યારે હવે મહાપાલિકાના તમામ વોર્ડ માટે કેન્દ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડેવલપ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર આઈટીને 2019થી 2022 સુધી 5 કરોડ 79 લાખ રૂપિયાનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. આ કામ માટે મહાઆઈટીના 35 એન્જિનિયર અને કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાના ઉપયોગ માટે ફરીથી ટેંડર મગાવવામાં આવ્યા હોવાથી ફરીથી ચર્ચાઓ થઈ રહી છે.

કરદાતાઓના રૂપિયાની લુટ
મહાપાલિકાના આ નિર્ણયની વિરોધ પક્ષ નેતા રવિ રાજાએ ટીકા કરી હતી. સોશિયલ મીડિયા માટે પહેલાં જ પોણા છ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તો હજી વધારાનો ખર્ચ કરદાતાઓના રૂપિયાની લુટ છે. મહાપાલિકામાં કોઈ પણ અધિકારી આવ્યા બાદ એ પોતાની મરજીની સંસ્થા અને કંપનીને કામ કેવી રીતે મળે એનો વિચાર કરે છે. દરેક વોર્ડના કર્મચારીઓ, અધિકારીઓ પર પોતાના વોર્ડના સોશિયલ મીડિયાની જવાબદારી સોંપવામાં આવે તો આ કરોડો રૂપિયાનો ખર્ચ બચાવી શકાય છે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો