તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Exit Base Toll On Mumbai Nagpur Samrudhi Express Highway, Travel Safely First And Then Pay The Toll

સુવિધા:મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર એક્ઝિટ બેઝ ટોલ, પહેલાં સુરક્ષિત પ્રવાસ કરો અને પછી ટોલ ભરો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશ અને રાજ્યના વિકાસની દષ્ટિએ ગેમચેન્જર સાબિત થનાર શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરે મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર પ્રવાસ શરૂ કરતા ટોલનાકાની અડચણ નહીં હોય. તેથી વાહનચાલકો કલાકના 80 થી 120 કિલોમીટર સ્પીડમાં પ્રવાસ કરી શકશે. જોકે એક્સપ્રેસ વેથી બહાર નીકળતા સમયે ટોલ ભરવો પડશે.નાગપુરથી મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર લગભગ 24 ઠેકાણે ઈંટરચેન્જ હશે. આ હાઈવ બાંધતા આધુનિક ટેકનોલોજી અને નવી સંકલ્પનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. મોટા ભાગે હાઈવે પર પ્રવાસ કરતા શરૂઆતમાં જ ટોલ ભરવો પડે છે.

તેથી અનેક વખત ટોલનાકા પર વાહનોની લાંબી લાઈન જોવા મળે છે. પણ આ સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક્ઝિટ ટોલની સંકલ્પના એટલે કે હાઈવે પર પ્રવાસ પૂરો થતા બહાર નીકળતા સમયે ટોલનાકા પર ટોલ ભરવાનો રહેશે. એના લીધે શરૂઆતમાં જ ટોલ ભરવા માટે થોભવું નહીં પડે. સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર કારનો પ્રવેશ થતા એની નોંધ થશે અને બહાર નીકળતા ટોલબુથ પર કુલ કિલોમીટર અનુસાર ટોલ વસૂલ કરવામાં આવશે એવી યોજના હોવાનું જણાવવામાં આવે છે.

મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વે 701 કિલોમીટર લાંબો છે. આ હાઈવેને લીધે મુંબઈથી નાગપુર ફક્ત આઠ કલાકમાં પહોંચી શકાશે. આ પ્રકલ્પ માટે અંદાજે રૂ. 55,332 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. એમાંથી રૂ. 40,000 કરોડ એન્જિનિયરીંગ કામો પર ખર્ચ થશે. હાઈવે પર 8 બોગદા, વાયાડક્ટસ, રેલવે માર્ગમાં નદીઓ પર પુલનો સમાવેશ છે.

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર વધુ સ્પીડમાં
મુંબઈ-પુણે યશવંતરાવ ચવ્હાણ એક્સપ્રેસ વે પર સાડા દસ કિલોમીટર લાંબા બે અંડરગ્રાઉન્ડ રોડ તેમ જ 2 કિલોમીટર લાંબા બે પુલના સમાવેશવાળા લગભગ રૂ. 6965 કરોડના પ્રકલ્પનું બાંધકામ ચાલુ છે. ડિસેમ્બર 2022 સુધી આ કામ પૂરું થશે.

કોકણ માટે દરિયાઈ માર્ગ
મુંબઈ-ગોવા હાઈવેના વિકલ્પ તરીકે રાયગડ જિલ્લાના રેવસથી સિંધુદુર્ગ જિલ્લાના રેડી એમ 540 કિલોમીટર લાંબા કોસ્ટલ રોડ માટે રૂ. 9573 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત હોવાની માહિતી નાણા મંત્રી અજિત પવારે બજેટના ભાષણમાં આપી હતી.

અન્ય સમાચારો પણ છે...