• Gujarati News
  • Local
  • Mumbai
  • Exemption Of E commerce From APMC Rules Hurts Small Traders, Says Navi Mumbai Merchant Chamber President Kirti Rana

નુક્સાન:APMC નિયમોમાંથી ઈ-કોમર્સને મુક્તિથી નાના વેપારીઓને નુક્સાન, નવી મુંબઇ મરચન્ટ ચેમ્બર અધ્યક્ષ કીર્તિ રાણાએ કહ્યું

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રમાં કુલ 305 એપીએમસી માર્કેટ ફીની અંદાજિત વાર્ષિક આવક રૂ. 200થી 250 કરોડ છે

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલુ છે, ત્યારે મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે એપીએમસીની વ્યવસ્થા કેવી છે, ખેડૂતો તેમનો કૃષિ માલ મંડી હાઉસમાં અને બહાર કઇ રીતે હાલમાં વેચાણ કરે છે, તે વિશે નિષ્ણાતોનો મત જાણવા જેવો છે. મહારાષ્ટ્રમાં કુલ 305 એપીએમસી માર્કેટ ફીની અંદાજિત વાર્ષિક આવક રૂ. 200થી 250 કરોડ છે, અને નવી મુંબઇની એપીએમસી માર્કેટ ફીની વાર્ષિક આવક રૂ. 75થી 100 કરોડ છે. એકલા પંજાબ રાજયમાં તમામ મંડી માર્કેટની ફીની વાર્ષિક આવક રૂ. 6500 કરોડ છે. આને કારણે પંજાબના ખેડૂતોને કથિત રાજકીય આગેવાનોનો ટેકો જોવા મળી રહ્યો છે.

એપીએમસી માર્કેટના ભૂતપૂર્વ સંચાલક અને નવી મુંબઇ મરચન્ટ ચેમ્બર અધ્યક્ષ કીર્તિ રાણાએ “દિવ્ય ભાસ્કર’ને કહ્યું કે, રિટેઇલ પોલિસી 2016 હેઠળ મહારાષ્ટ્ર સરકારે મોલ, મલ્ટીનેશનલ કંપની, ઈ-કોમર્સને એપીએમસી નિયમનમાંથી મુક્તિ આપી છે. આથી મોલમાં રિટેઈલ કરિયાણા કરતા સસ્તો માલ મળે છે. પરંતુ તેને લીધે નાના વેપારીઓ હરીફાઇમાં આર્થિક રીતે તૂટી જાય છે અને અમુક કંપનીઓનો વેપાર વધતો જાય છે. ખેડૂતોને પણ મંડી કરતાં વધુ ભાવ મળે છે.

દા.ત. બાસમતી ચોખા પંજાબથી આવે છે. એથી પંજાબની મંડી ખર્ચના સેકડે 7 રૂ. ખર્ચના લાગે છે અને આ ચોખા મુંબઇ આવે તો તેની પર રૂ. 1 મંડી ખર્ચના અને બંને તરફનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, માથાડી ખર્ચ અને વચેટિયાની દલાલી સહિતનો ખર્ચ લાગે છે. પરંતુ આ જ માલ મંડી હાઉસની બહારથી ખેડૂતો વેચાણ કરે તો આ તમામ ખર્ચ લાગતો નથી અને પરિણામે મંડી કરતાં થોડા વધુ ભાવે મોટી કંપનીઓ માલ ખરીદ કરે છે. મંડી ખર્ચ, ટ્રાન્સપોટેશન અને અન્ય ખર્ચને કારણે ભાવવધારાનો બોજો હોલસેલ વેપાર અને રિટેઈલ વેપારી પર પડે છે અને છેવટે વપરાશકર્તાને વધુ દરે માલ મળે છે, જયારે મોલ અને મોટી કંપનીઓને આ તમામ ખર્ચ લાગતા નથી અને તેથી તે રિટેઈલ વેપારીઓ કરતાં સસ્તા દરે માલ વેચી શકે છે. આખરે ગ્રાહક કરિયાણા સ્ટોર કરતાં મોલ અને ઇ-કોમર્સ કંપનીઓ પાસેથી ખરીદવાનું પસંદ કરે છે.

ઉલ્લેખનીય છે કે, નવી મુંબઇમાં વાશી એપીએમસી માર્કેટની બહાર જ આઈટીસી, વોલમાર્ટ, રિલાયન્સ, અદાણી અને મલ્ટીનેશનલ કંપનીઓએ પોતાનાં કલેકશન સેન્ટરો માર્કેટ યાર્ડની બહાર ખોલી નાખ્યાં છે અને તેઓ ખેડૂતોને હાલમાં મંડી કરતાં વધુ ભાવ આપે છે, કારણ કે તેમને મંડી ખર્ચ લાગતો નથી. આ વ્યવસ્થા ચાલુ જ છે, પરંતુ આ અસમાનતાના કારણે લાખોની સંખ્યામાં હોલસેલ અને રિટેઈલ વેપારીઓ આર્થિક રીતે પડી ભાંગે છે, જેના કારણે તેનું દિવસે દિવસે વેચાણ અને ટર્નઓવર ઘટતું જાય છે. જેથી છેલ્લે નાના વેપારીઓને જ નુકસાન છે.

માર્કેટ ફી એપીએમસીના વિકાસ માટે?
માર્કેટ ફીના વસૂલાતા ચાર્જ જે તે મંડીને વિકાસવવા અને મેઇન્ટેનન્સ માટે લેવામાં આવે છે એવો દાવો કરાય છે. પરંતુ આવી તમામ રાજ્યની મંડીઓના સંચાલકો રાજકીય પક્ષોના આગેવાનો ચલાવતા હોય છે. એથી કોઇ પણ હિસાબે એપીએમસી વ્યવસ્થા બંધ નહીં કરવા રાજકીય ઇરાદો રહેલો હોય છે, નહીં કે ખેડૂતોનું કે ગ્રાહકોનું હિત. આથી આ ખેડૂતોને નામે આદોલન શરૂ થયું છે. આ માર્કેટ ફીની આવકમાં મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અને એથી ખેડૂતોને આને કારણે જ ભડકાવવામાં આવી રહ્યા છે.

વચેટિયા એટલે શું?
જે રોકાણ કર્યા વગર ખેડૂતોના કૃષિ માલનું હોલસેલ વેપારીઓને વેચાણ કરીને કમિશનની કમાણી કરે છે એ વચેટિયાઓ ગણાય છે. જોકે આ વચેટિયાઓને જે તે કૃષિ માલની પરખ હોય છે અને ખેડૂત અને વેપારી વચ્ચે માલના વેચાણ સંબધી ભાવતાલ નક્કિ કરી અને ખેડૂતોના માલનું વેચાણ કરાવી આપે છે.

અન્ય સમાચારો પણ છે...