ભાસ્કર વિશેષ:અમર મહલથી ટ્રોમ્બે જળબોગદાના પ્રથમ તબક્કાનું ખોદકામ પૂર્ણ કરાયું

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જળબોગદું જમીનની નીચે 100થી 110 મીટર ઊંડાણમાં છે

મુંબઈ મહાપાલિકા તરફથી બાંધવામાં આવી રહેલા અમર મહલથી ટ્રોમ્બે નિમ્ન સ્તરીય જળાશય અને આગળ ટ્રોમ્બે ઉચ્ચ સ્તરીય જળાશય સુધી જળબોગદું પ્રકલ્પ અંતર્ગત અમર મહલથી ટ્રોમ્બે નિમ્ન સ્તરીય જળાશય સુધી જળબોગદાના ખોદકામના પ્રથમ તબક્કાના લગભગ 3.6 કિલોમીટર લાંબું ખોદકામ શુક્રવારે પૂરું થયું હતું. પૂર્વ ઉપનગરના એમ-પૂર્વ, એમ-પશ્ચિમ અને એલ વોર્ડના કેટલાક ભાગમાં પાણી પુરવઠોમાં સુધારો કરવા અને ભવિષ્યની વધારાના પાણી પુરવઠાનો વિચાર કરીને પાણી પુરવઠા પ્રકલ્પ ખાતા મારફત અમર મહલથી ટ્રોમ્બે નિમ્નસ્તરીય જળાશય અને આગળ ટ્રોમ્બે ઉચ્ચસ્તરીય જળાશય સુધી આ કુલ 5.52 કિલોમીટર લાંબુ જળબોગદુ બાંધવામાં આવી રહ્યું છે.

આ પ્રકલ્પનું કામ મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ડો. ઈકબાલ સિંહ ચહલ તથા એડિશનલ મહાપાલિકા આયુક્ત (પ્રકલ્પ) પી. વેલરાસુના માર્ગદર્શન હેઠળ ઝડપથી ચાલુ છે. કોવિડ વાઈરસ સંક્રમણની પરિસ્થિતિ હોવા છતાં એના પર માત કરીને આ જળબોગદાનું કામ પ્રશાસને બંધ પડવા દીધું નહીં. પ્રકલ્પનું કામ નિયત મુદતમાં એટલે કે ઓકટોબર 2024 સુધી પૂરું કરવામાં આવશે એવો વિશ્વાસ મહાપાલિકા પ્રશાસનને છે.

આ જળબોગદા પ્રકલ્પ અંતર્ગત અમરમહલથી હેડગેવાર ઉદ્યાન અને આરસીએફ કોલોની ખાતે ટ્રોમ્બે નિમ્ન સ્તરીય જળાશય ખાતે અનુક્રમે 81 મીટર અને 105 મીટર ઊંડાઈની બે ટાંકી બાંધવામાં આવી છે. ભાભા એટમિક રિસર્ચ સેંટર ખાતે ટ્રોમ્બે ઉચ્ચસ્તરીય જળાશય ખાતે લગભગ 110 મીટર ઊડી ટાંકીનું કામ ઝડપથી ચાલુ છે. બોગદાના ખોદકામ માટે હેડગેવાર ઉદ્યાન ખાતેની ટાંકીમાં ટીબીએમ ઉતારવામાં આવ્યું છે. આ મશીનની મદદથી જળબોગદાના ખોદકામનો આરંભ 6 માર્ચ 2021ના કરવામાં આવ્યો હતો. જમીનની નીચે લગભગ 100થી 110 મીટર ઊંડાઈએ આ જળબોગદુ બાંધવામાં આવી રહ્યું છે. એનો વ્યાસ 3.2 મીટર છે.

એક દિવસમાં 40 મીટર ખોદકામ
એ સમયે દિવસમાં 40 મીટર કરતા વધારે ખોદકામ કરવાની કામગિરી એક જ અઠવાડિયામાં બે વખત કરવામાં આવી હતી. પહેલા તબક્કાનું 3.6 કિલોમીટર ખોદકામ વિક્રમજનક સમયમાં પૂરું કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પનું લગભગ 55 ટકા કામ પૂરું થયું છે. આ પ્રકલ્પના કામ માટે ટેનિકલ સલાહકાર મેસર્સ ટાટા કન્સ્લટિંગ એન્જિનિયર્સ લિમિટેડની પ્રકલ્પ સલાહકાર અને મેસર્સ પટેલ એન્જિનિયરીંગ લિમિટેડની કોન્ટ્રેક્ટર તરીકે મહાપાલિકાએ નિમણૂક કરી છે.

અન્ય સમાચારો પણ છે...