ભાસ્કર વિશેષ:પર્યાવરણને બચાવવા તમામ લોકોએ એકત્ર આવવું જરૂરી

મુંબઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા 13 મહિનામાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ત્રણ વાવાઝોડાં આવ્યાં છે, વિનાશક પૂર, મુંબઈ શહેરમાં 120 ઈંચથી વધુ મોસમી વરસાદ ખતરાની ઘંટડીસમાન છે, જે બધાએ એકત્ર આવીને નાની નાની પર્યાવરણ અનુકૂળ આદતો કેળવવાનું અને પર્યાવરણ સાથે ભાઈચારામાં જીવન વધુ જીવવાનું જરૂરી હોવાનો સંકેત છે, એમ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ એનએસઈ દ્વારા સમુદ્રિ અને જમીનનો કચરો અને પ્રદૂષણના વ્યવસ્થાપનને ગતિ આપવા ભારત માટે આર્થિક તક વિષયપર આયોજિત પેનચ ચર્ચામાં જણાવ્યું હતું.હવામાન પરિવર્તનની આ નકારાત્મક અસરથી ભાવિ પેઢીઓને બચાવવા માટે સરકાર, એનજીઓ અને નાગરિકોએ એકત્ર આવવાની જરૂર છે. પાણીની બચત, વીજની બચત, ઈંધણની બચત અને સ્વચ્છ ઈંધણ ઈલેક્ટ્રિક વાહો અપનાવવા જેવા જીવનમાં ફેરફાર કરવાથી હવામાન પરિવર્તનની નકારાત્મક અસરને નાબૂદ કરવા માટે લાંબી મજલ મારી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

ઔદ્યોગિકીકરણ અને ઉત્પાદન ઉદ્યોગોને રાજ્યમાં આવતા રોકી નહીં શકાય. તેમને સ્વીકારવા જ રહ્યા. જોકે બહેતર ઉત્સર્જન ધોરણો સહિતના પગલાં હવામાન પરિવર્તન માટે મોટું યોગદાન આપી શકે છે. આપણી આદતો બદલવાનું આપણે શરૂ કરીએ ત્યારથી આપણે પ્રભાવ પાડવાનું શરૂ કરીએ છીએ. કોર્પોરેટ ગૃહો, ઉત્પાદન ઉદ્યોગો, સંકુલોમાં નાનાં પરિવર્તન મોટો બદલાવ લાવી શકે છે. તમારા સંકુલ, ઈમારતો, ઘરમાં જમા થતો કચરો અલગ અલગ કરવાની ખાતરી રાખવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

મુંબઈ મહાપાલિકાએ છેલ્લા દોઢ વર્ષમાં રોજનો કચરો 2016-17માં 10,000 મેટ્રિક ટન પરથી 6500 મેટ્રિક ટન સુધી નીચે લાવવામાં સફળતા મેળવી છે. કોર્પોરેટ્સ, હાઉસિંગ સોસાયટીઓ, હોટેલો, રેસ્ટોરાંને તેમનો કચરો અલગ કરીને પોતાની રીતે નિકાલ કરવા માટે અનુરોધ કરવા જેવાં નક્કર પગલાંનું આ પરિણામ છે.

આ સમયે ગ્લોબલ એલાયન્સ ફોર અ સસ્ટેનેબલ પ્લેનેટના સેક્રેટરી- જનરલ સત્યા ત્રિપાઠી, યુએન એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એરિક સોલ્હેમ પણ હાજર હતા.

પર્યાવરણીય મુદ્દાઓનો સામનો
પાર્લે ફોર ધ ઓશન્યના સ્થાપક અને સીઈઓ સિરિલ ગટ્સ્ચે જણાવ્યું હતું કે આપણે હવામાન પરિવર્તન, પ્લાસ્ટિક કટોકટી, માછીમારી કટોકટી, આર્થિક નિષ્ફળતાઓ જેવા પર્યાવરણીય મુદ્દાઓનો સામનો કરી રહ્યા છીએ. હવે નિષ્ફળતા વિકલ્પ નથી. પ્લાસ્ટિક ઓછા લોકો હતા ત્યારે ઉત્તમ હતું, પરંતુ આજે તેને રિસાઈકલ કરવાનું પણ હાનિકારક છે, કારણ કે ઘણી બધી બીમારીઓ તેનાથી પેદા થઈ શકે છે.

ડિજિટલ ક્રાંતિ સાથે મટીરિયલ ક્રાંતિ
આગામી 12 વર્ષમાં વેપાર કરવાની આપણી જૂની રીતનો આપણે અંત લાવવો જોઈએ. આપણે ઝેરમાંથી બહાર આવવું જોઈએ અને પૃથ્વીને ઝેરી યુગમાં પ્રેરિત કરવાનું હવે પરવડી નહીં શકે. આથી જ ડિજિટલ ક્રાંતિ સાથે મટીરિયલ ક્રાંતિ જરૂરી બની ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...