વાતાવરણ ગરમાયું:પવાર કુટુંબનો ઈતિહાસ બધા જાણે છે, તેમનું પાપ છુપાવવા પ્રયાસઃ પટોલે

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભંડારા જિલ્લા પરિષદ ચૂંટણી પરથી રાજકીય વાતાવરણ ગરમાયું

પવાર કુટુંબનો ઈતિહાસ બધા જાણે છે. આથી હું તેમની પર કશું બોલવાનો નથી. જોકે પાપ છુપાવવા માટે તેમના દ્વારા કોંગ્રેસ પર આરોપ કરવામાં આવી રહ્યા છે. હું કોઈની ટીકા કરીશ નહીં એમ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાની પટોટેએ જણાવ્યું છે. ભંડારા જિલ્લા પરિષદની ચૂંટણી પરથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ ચૂંટણીને લઈને રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ વચ્ચે વાદવિવાદ ઊભો થયો છે.

2010થી યાદી રાષ્ટ્રવાદી કોંગ્રેસ દ્વારા વાંચીને બતાવવામાં આવી હોત તો પણ તે ફક્ત રાષ્ટ્રવાદીના નેતા પ્રફુલ્લ પટેલને લીધે જ હોવાનો પટોલેએ આરોપ કર્યો છે. જે લોકોનો તેઓ ઉલ્લેખ કરી રહ્યા છે તે લોકો આજે ભાજપમાં છે અને તેથી રાષ્ટ્રવાદી દ્વારા બતાવવામાં આવનારી યાદી એટલે પોતાનું પાપ છુપાવવા માટે કરેલો એક નિષ્ફળ પ્રયાસ છે, એવો ટોણો પટોલેએ માર્યો હતો. રાષ્ટ્રવાદીના ભૂતકાળના ઈતિહાસમાં મારે જવું નથી. જોકે ઉપ મુખ્ય મંત્રી અજિત પવારે મારી પર વ્યક્તિગત ટીકા કરી છે. મને તેમની વ્યક્તિગત બાબતો પર જવું નથી. જોકે પવાર પરિવાર રાજકીય વ્યવસ્થામાં કેવા છે તે બધા જાણે છે એમ કહીને પટોલેએ શરદ પવાર અને અજિત પવાર પર નિશાન સાધ્યું છે.

ભાજપને સત્તાથી દૂર રાખવા માટે સોનિયા ગાંધીએ આઘાડીનો નિર્ણય લીધો તે અમે પાળ્યો છે. જોકે રાષ્ટ્રવાદી ભાજપને વધારવા તેમની સાથે સાઠગાંઠ કરીને કોંગ્રેસને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેનો અમે વિરોધ કરીએ છીએ, એમ પટોલેએ જણાવ્યું છે.

મારો ઈતિહાસ પવારે કાઢ્યો છે. જોકે હું સામેથી લડું છું, પાછળથી લડતો નથી અને પવારનો ઈતિહાસ સર્વજ્ઞાત છે. આથી મને તેમાં પડવું નથી એમ કહીને આગામી ચૂંટણીમાં યોગ્ય નિર્ણય હાઈ કમાન્ડ લેશે એવો સૂચક ઈશારો પણ તેમણે આપ્યો હતો.નોંધનીય છે કે ભંડારાની ચૂંટણીમાં રાષ્ટ્રવાદીએ ભાજપ સાથે હાથ મેળવીને સત્તા સ્થાપી ત્યારથી પટોલે નારાજ છે. તેમણે રાષ્ટ્રવાદીની આ માટે ઝાટકણી કાઢી હતી, જે પછી અજિત પવારે પટોલેની ઝાટકણી કાઢી હતી. પટોલે કયા પક્ષમાંથી આવ્યા છે તે બધા જાણે છે એમ કહેતાં તેમણે ફરી પવાર પર પ્રહાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...