કબજો:મુંબઈ બેન્કની ચૂંટણીમાં ભાજપની દરેકરની પેનલ જીતી

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેકરની સહકાર પેનલે બધી જ 21 બેઠક પર કબજો કરી લીધો

મુંબઈ બેન્કની ચૂંટણીમાં ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરની પેનલે એકહથ્થુ વર્ચસ સ્થાપિત કર્યું છે. દરેકરેની સહકાર પેનલે બધી જ 21 બેઠકો પર જીત મેળવી. 17 બેઠક પર અગાઉથી જ બિનવિરોધ જીત મેળવી હતી. બાકી ચાર બેઠકોની મતગણતરી સોમવારે પાર પડી હતી.સોમવારે થયેલા મતગણતરીમાં દરેકરની સહકાર પેનલના ચારેય ઉમેદવાર જીતી ગયા હતા. મધ્યવર્તી ગ્રાહક (હોલસેલ કન્ઝયુમર્સ) મતવિસ્તારમાં વિઠ્ઠલ ભોસલેએ સુખદેવ ચૌગુલેને પરાજિત કર્યો હતો.

વિઠ્ઠલ ભોસલેને 18 મત અને ચૌગુલેને 16 મત મળ્યા હતા. પ્રાથમિક ગ્રાહક મતવિસ્તારમાં પુરુષોત્તમ દળવીને કમલાકર નાઈકે મોટા ફરક સાથે હરાવ્યો છે. દળવીને 131 મત અને કમલાકરને 59 મત મળ્યા હતા, જ્યારે મહિલા સહકારી સંસ્થા મતવિસ્તારમાં જયશ્રી પાંચાળને 332 મત અને શાલિની ગાયકવાડને 188 મત મળ્યા હતા.

ભટકતી જાતિ, વિમુક્ત જમાતી અને વિશેષ પછાતવર્ગીય મતવિસ્તારમાંથી અનિલ ગજરેને 4000 મત મળ્યા હતા, જ્યારે યલાપ્પા કુશળકરને ફક્ત 350 મત મળ્યા હતા. દરેકરની પેનલમાં ભાજપ, શિવસેના, કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે સંબંધિત ઉમેદવારોનો સમાવેશ થતો હતો. શિવસેનાના બળવાખોરોએ ચાર બેઠક પર પોતાની ઉમેદવારી પાછી નહીં ખેંચતા ચૂંટણી પ્રક્રિયા પાર પડી હતી.મુંબઈ બેન્કમાં અભિજિત ઘોસાળકર, સુનિલ રાઉત, અભિજિત અડસુળ, શિલ્પા સરપોતદાર શિવસેનાના અધિકૃત ઉમેદવાર હતા, જ્યારે ચૂંટણીમાંથી શિવસેનાના બળવાખોર ઉમેદવારોમાં સુજાતા પાટેકર, સંજના ઘાડી અને સ્નેહા કદમે પીછેહઠ કરી હતી.

લોકોના વિશ્વાસે જીત અપાવી
દરમિયાન મુંબઈની સહકારી ચળવળને લોકોએ મોટે પાયે વિશ્વાસ બતાવ્યો હોવાથી આ જીત મળી હોવાની પ્રતિક્રિયા પ્રવીણ દરેકરે આપી છે. નાબાર્ડ, આરબીઆઈના માપદંડમાં કામ કરવાથી બેન્કનો વિકાસ થઈ રહ્યો છે. આથી જ અમારી પેનલને સફળતા મળી છે, એમ દરેકરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...